ETV Bharat / state

ભરૂચમાં ઉમરા ગામ પાસે કાંસમાંથી 1 માસનું ત્યજી દેવાયેલું બાળક મળી આવ્યું - ભરૂચ સિવિલ હોસ્પિટલ

ભરૂચના નબીપુર નજીક આવેલ ઉમરા ગામ પાસે કાંસમાંથી 1 માસનું ત્યજી દેવાયેલ બાળક મળી આવ્યું હતું. તેમાં બાળકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું.

bharuch
ભરૂચ
author img

By

Published : Feb 1, 2020, 10:05 PM IST

ભરૂચ : તાલુકાના અસુરીયા ગામ ખાતે રહેતા બીજલભાઈ વસાવાના પત્ની ભીખીબહેનની કાનની બુટ્ટી ખોવાઈ જતા તેઓ શનિવારના સવારના સમયે ઉમરા ગામ નજીક આવેલ કાસ પાસે બુટ્ટી શોધી રહ્યા હતા. તે દરમિયાન તેમને ઝાડીમાંથી બાળક રડવાનો અવાજ આવ્યો હતો. ત્યારે તેઓએ આજુબાજુ શોધખોળ કરી હતી. જેમાં તેઓને ઝાડીમાંથી 1 બાળક મળી આવ્યું હતું.

ઉમરા ગામ પાસે કાંસમાંથી 1 માસનું ત્યજી દેવાયેલ બાળક મળી આવ્યું

ત્યારબાદ દંપત્તિ દ્વારા નબીપુર પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમજ તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ બાળકની તપાસ કરી તેને જરૂરી સારવાર આપી હતી. આ બાળક 1 માસનો હોવાનું જાણવા મળ્યું છે. તેમજ કોઈ નિષ્ઠુર જનેતાએ તેને ત્યજી દીધું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જેમાં નબીપુર પોલીસે આ મામલે બાળકના માતા-પિતાની તપાસ શરુ કરી હતી.

Intro:-ભરૂચના નબીપુર નજીક આવેલ ઉમરા ગામ પાસે કાંસમાંથી ૧ માસનો ત્યજી દેવાયેલ બાળક મળી આવ્યો
-દંપત્તિએ બાળકને જોતા પોલીસની મદદથી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો
-કોઈ નિષ્ઠુર જનેતાએ બાળકને ત્યજી દીધું હોવાનું અનુમાન
Body:ભરૂચના નબીપુર નજીક આવેલ ઉમરા ગામ પાસે કાંસમાંથી ૧ માસનો ત્યજી દેવાયેલ બાળક મળી આવતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો Conclusion:ભરૂચ તાલુકાના અસુરીયા ગામ ખાતે રહેતા બીજલભાઈ વસાવાના પત્ની ભીખી બહેનની કાનની બુટ્ટી ખોવાઈ ગઈ હોય તેઓ આજે સવારના સમયે ઉમરા ગામ નજીક આવેલ કાસ પાસે બુટ્ટી શોધી રહ્યા હતા આ દરમ્યાન ઝાડીમાંથી બાળક રડવાનો અવાજ સંભળાતા તેઓએ શોધખોળ કરી હતી તો એક બાળક મળી આવ્યું હતું બાદમાં દંપત્તિ દ્વારા નબીપુર પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.જ્યાં તબીબોએ બાળકની તપાસ કરી તેને જરૂરી સારવાર આપી હતી.આ બાળક એક માસનો હોવાનું જાણવા મળ્યું છે અને કોઈ નિષ્ઠુર જનેતાએ તેને ત્યજી દીધું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.નબીપુર પોલીસે આ મામલે બાળકના માતાપિતાની તપાસ શરુ કરી છે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.