ETV Bharat / state

અંકલેશ્વરની બેન્કમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો

ભરૂચના અંકલેશ્વરમાં આવેલ યુનિયન બેન્કમાં થયેલી લૂંટનો (robbery in Union Bank )ભેદ ઉકેલાયો છે. બેન્કમાં લૂંટ કરનારા તમામ આરોપીઓને પોલીસે ધરદબોચી લીધા છે. ભરૂચ પોલીસે (Bharuch Police )તમામ આરોપીઓ પાસેથી લૂંટમાં વપરાયેલ વાહન અને તમંચાઓ અને રોકડ 44,24,015 લાખની રકમ સહિત રિકવર કરી કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરની બેન્કમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો
અંકલેશ્વરની બેન્કમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો
author img

By

Published : Aug 5, 2022, 7:35 PM IST

Updated : Aug 5, 2022, 8:54 PM IST

ભરૂચઃ અંકલેશ્વર શહેરમાં પીરામણ નાકા પાસે આવેલ યુનિયન બેન્કમાં અજાણ્યા બુકાની ધારી(robbery in Union Bank in Bharuch)ધાડપાડુઓ બે બાઈક ઉપર તમંચાઓ સાથે ધસી આવી બેન્કમાં (Union Bank )લૂંટ ચલાવી હતી. બેન્કમાં કર્મચારીઓ તથા ગ્રાહકોને તમંચાથી બંધક બનાવી રૂપિયા 44,24,015 લાખની લૂંટ ચલાવી નાસી છૂટેલ જે 5 ધાડપાડુઓને ભરૂચ પોલીસે સતર્કતા અને સાહસિકતાથી ઝડપી (Bharuch Police )પાડી તમામ રોકડ રકમ રિકવર કરી છે.

અંકલેશ્વરની બેન્કમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો

લૂંટારોએ તેઓની ઉપર ફાયર કર્યું - આ ઘટના બાદ બેન્ક પાસે ઉભેલા અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ઝાલા અન્ય ગુના અર્થે તપાસ કરી રહેલ હતા. તે દરમિયાન આ લૂંટારુઓ ઉપર નજર પડતા ધર્મેન્દ્રસિંહ ઝાલાએ પોતાના જીવની પરવા કર્યા વગર હથિયાર ધારી લૂંટારોની પાછળ પોતાની પાસે રહેલી લાકડી લઈને લૂંટારો અને ઝડપી પાડવા દોડ લગાવી હતી. આ દરમિયાન એક લૂંટારોએ તેઓની ઉપર ફાયર કર્યું હતું.

લૂંટારું પાસેથી રૂપિયા ભરેલ થેલો પડી ગયો - લૂંટારાના તમંચામાંથી ગોળી ન છૂટતા ધર્મેન્દ્રસિંહ ઝાલાનો આબાદ બચાવ થયો હતો. લૂંટારુંઓ પાસે હથિયાર હોવા છતાં પણ ધર્મેન્દ્રસિંહ ઝાલાએ તેઓનો મોરલ તોડવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રયાસમાં એક લૂંટારું પાસેથી રૂપિયા ભરેલ થેલો પડી ગયો હતો. જે ધર્મેન્દ્રસિંહ ઝાલાએ પોતાના કબજામાં લઈ લીધેલ અને ત્યારબાદ અંકલેશ્વર શહેર પોલીસને આ ઘટના અંગે જાણ કરી હતી.

પોલીસ ઉપર 10 રાઉન્ડ ફાયરિંગ કર્યા - આ ઘટનાની જાણ ભરૂચ એલસીબીને આ ઘટના અંગે માહિતી મળતા અગાઉથી જ તેઓ લૂંટારુઓ જે દિશામાં ભાગ્યા હતા ત્યાં પહેલેથી જ એક અન્ય ગુનાની તપાસ અર્થે રાજપીપળા ચોકડી પાસે હતા. દરમિયાન મેસેજ મળેલ કે રાજપીપળા ચોકડી તરફ એક બાઈક ઉપર બે લૂંટારુઓ આવી રહ્યા છે. જેની જાણ થતા પોલીસ ઇન્સ્પેક્ટર કરનસિંહ મંડોરા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર પાંચાની નાઓ લૂંટારો આવતાની સાથે જ લૂંટારોએ પોલીસ ઉપર 10 રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. તેના વળતા જવાબમાં પોલીસ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

ગોળી વાગતા ઝડપાઈ ગયો - પોલીસના આ ફાયરિંગ દરમિયાન એક લૂંટારોને ગોળી વાગતા ઝડપાઈ ગયો હતો. આ લૂંટારુંના મોબાઈલના આધારે બીજા અન્ય પાંચ લૂંટારુઓને ઝડપી પાડવા માટે પોલીસે રાત્રિ દરમિયાન મીરાનગરમાં સર્ચ ઓપરેશન ચલાવેલ જેમાં પાંચ આરોપીઓ ઝડપાઈ ગયા હતા. આ આરોપીઓ પાસેથી બેન્કમાંથી લૂંટેલી રોકડ રકમ પણ રિકવર કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ ધોળા દિવસે અરવલ્લીમાં લૂંટારાઓનો આતંક...

આમ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ થયેલ - ભરૂચના એસ.પી ડૉ.લીના પાટીલના જણાવ્યા મુજબ બેન્કની લૂંટમાં ઝડપાયેલ તમામ આરોપીઓ બિહારના ભાગલપુરના હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અન્ય એક આરોપી હાલ રહેવાસી, લક્ષ્મણ નગર, અંકલેશ્વર અને મૂળ રહેવાસી ભાગલપુર બિહારનો હોવાનું જાણવા મળેલ તેવી હકીકત જણાવેલ હતી. પકડાયેલ તમામ 6 આરોપીઓમાંથી એક આરોપીની ભાગલપુર બિહાર ખાતે આમ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ થયેલ તેમ જાણવા મળ્યું છે.

લૂંટમાં વપરાયેલ ચાર તમંચાઓ કબ્જે - અંકલેશ્વરના પીરામણ પાસે આવેલી યુનિયન બેન્કની લૂંટમાં તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે ભરૂચ જિલ્લાની સમગ્ર પોલીસને કામે લગાડી દેવામાં આવી હતી. ભરૂચ જિલ્લાની સમગ્ર પોલીસની ટીમ દ્વારા રાત્રીના સર્ચ ઓપરેશન દરમિયાન તમામ આરોપીઓને દબોચી લીધા હતા. આ કામગીરી કરવા બદલ ગુજરાતના ગૃહ પ્રધાને ભરૂચના એસપી ડૉ. લીના પાટીલ અને સમગ્ર ભરૂચ જિલ્લાની પોલીસને સાહસિકતા ભરી કામગીરીને લઈને અભિનંદન પાઠવ્યા હતા.

આ પણ વાંચોઃ લૂંટારાઓ બન્યા બેફામ, 24 કલાકમાં બે વખત પોલીસ સામે ફાયરિંગની ઘટના

પકડાયેલ તમામ આરોપીઓ - રાહુલ કુમાર રાજકુમાર સિંગ, રહેવાસી ભાગલપુર, રોહિત કુમાર રાજકુમાર સિંગ, રહેવાસી ભાગલપુર, રિતેશકુમાર નવલ મંડળ, રહેવાસી બિહાર, મુકેશ નવલ મંડલ, રહેવાસી બિહાર, મનીષ કુમાર નરેશભાઈ મંડળ, રહેવાસી બિહાર, દીપક સુબોધ કુમાર સિંગ, રહેવાસી હાલ લક્ષ્મણ નગર, અંકલેશ્વર, મૂળ રહેવાસી ભાગલપુર

Last Updated : Aug 5, 2022, 8:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.