- ગુજરાત પર સંભવિત તૌકતે વાવાઝોડાનું જોખમ
- વાવાઝોડું આવે તો 150 કિ.મિ.ની ઝડપે પવન ફૂંકાવવાની પણ શક્યતા
- વાવાઝોડાને પગલે ભાડભૂત ખાતે 300થી વધુ બોટ લંગારવામાં આવી
ભરૂચ : ગુજરાત પર સંભવિત તૌકતે વાવાઝોડાનું જોખમ ઉભું છે. હવામાન વિભાગ અનુસાર, આ વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ત્રાટકશે તો 150 કિ.મિ.ની ઝડપે પવન ફૂંકાવવાની પણ શક્યતા છે. જેના પગલે ભરૂચ વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે.
આ પણ વાંચો : જામનગર દરિયા કિનારે તૌકતે વાવાઝોડાની થઈ શકે છે અસર
જિલ્લાના 29 ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યુંજિલ્લાના 3 તાલુકા હાંસોટ, જંબુસર અને વાગરાના 29 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. સંભવિત વાવાઝોડાને પગલે ભાડભૂત ખાતે 300થી વધુ બોટ લંગારવામાં આવી છે. દરિયામાં દુરવર્તી વાવાઝોડાના પગલે દહેજ બંદરે 1 નંબરનું સિગ્નલ એલર્ટ પણ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો : તૌકતે વાવાઝોડા સામે રાજ્યનું વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ: પ્રદીપસિંહ જાડેજાવાવાઝોડાને પગલે ભાડભૂત ખાતે 300થી વધુ બોટ લંગારાઇ કલેક્ટર ડૉ. એમ. ડી. મોડિયા દ્વારા રીવ્યુ મિટિંગ કરવામાં આવીભરૂચ પ્રાંત અધિકારી એન. આર. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, વાવાઝોડાની સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને દરિયાકાંઠાના ગામના લોકોનો સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. તથા કલેક્ટર ડૉ. એમ. ડી. મોડિયા દ્વારા રીવ્યુ મિટિંગ પણ કરવામાં આવી રહી છે.