ETV Bharat / state

બે દિવસથી અંકલેશ્વરમાં હવાના પ્રદૂષણમાં વધારો - કેમિકલ ઔદ્યોગિક વસાહત

ઉદ્યોગ નગરી અંકલેશ્વરમાં છેલ્લા બે દિવસથી હવાના પ્રદૂષણની માત્રામાં વધારો નોંધાયો છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ પણ 250ને પાર પહોંચ્યો છે.

Ankleshwar News
Ankleshwar News
author img

By

Published : Nov 11, 2020, 1:25 PM IST

  • અંકલેશ્વરમાં હવાનું પ્રદૂષણ બે દિવસથી વધ્યું
  • એર ક્વોલિટી ઇન્ડેક્સ પર પ્રદૂષણની માત્રા 250 ને પાર 267 નોંધાઈ
  • હવામાં ઝેરી તત્વોનું પ્રમાણ વધુ

ભરૂચઃ ઉદ્યોગ નગરી અંકલેશ્વરમાં છેલ્લા બે દિવસથી હવાના પ્રદૂષણની માત્રામાં વધારો થયો છે અને બે દિવસથી એર ક્વોલિટી ઇન્ડેક્સ ઉપર પ્રદૂષણની માત્રા 250ને પાર પહોંચી 267 નોંધાઈ હતી. જે ચિંતા ઉપજાવે તેમ છે.

અંકલેશ્વરને એશિયાની સૌથી મોટી કેમિકલ ઔદ્યોગિક વસાહતનું બિરુદ મળ્યું છે, જે તેનું જમા પાસું છે. આ સાથે જ અંકલેશ્વરને સૌથી પ્રદૂષિત શહેરમાં પણ સ્થાન મળી ચૂક્યું હતું. જે તેનું ભયાનક પાસું કહી શકાય.

Ankleshwar News
બે દિવસથી અંકલેશ્વરમાં હવાનું પ્રદૂષણ વધ્યું

હવામાં ઝેરી તત્વોનું પ્રમાણ વધુ

છેલ્લા બે દિવસથી અંકલેશ્વરમાં હવાના પ્રદૂષણની માત્રામાં વધારો જોવા મળ્યો હતી. બુધવારે એર ક્વોલિટી ઇન્ડેક્સ પર અંકલેશ્વરની પ્રદૂષણની માત્ર 267 જેટલી નોંધાઈ હતી. જેને અતિ જોખમી માનવામાં આવે છે. સામાન્ય રીતે આ માત્રા 100 સુધીની હોવી જોઈએ તેના બદલે અંકલેશ્વરમાં છેલ્લા બે દિવસથી આ માત્રા ખૂબ ઊંચી નોંધાઈ રહી છે. લોક ડાઉન દરમિયાન જ્યારે ઉદ્યોગો બંધ હતા, ત્યારે હવા શુદ્ધ થઈ ગઈ હતી, પરંતુ હવે પુનઃ એક વાર અંકલેશ્વરની આબોહવા ઝેરી બની છે.

એર ક્વોલિટી ઇન્ડેક્સ પર પ્રદૂષણની માત્રા

હવામાં નાઇટ્રોજન, પીએમ 10 તથા પી.એમ.-2.5 નું પ્રમાણ વધારે જોવા મળ્યું હતું. અન્ય ઝેરી વાયુઓ પણ બોર્ડર લાઇન પર જોવા મળ્યા હતા, ત્યારે અંકલેશ્વરના ઉદ્યોગો જાતે પ્રદૂષણ ઓછું ફેલાવે અને જો તેઓ તેમ ન કરે તો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પ્રદૂષણ ફેંકતા ઉદ્યોગો ઉપર લગામ કસાય તે ખૂબ જરૂરી છે. અહીં ઉલ્લેખનીય છે કે, આ અગાઉ અંકલેશ્વરને પ્રદૂષિત શહેર જાહેર કર્યા બાદ પાંચ થી વધુ વર્ષ સુધી તેને ક્રીટિકલ ઝોનમાં રાખવામા આવ્યું હતું અને ત્યાર બાદ ક્રીટિકલ ઝોનમાંથી બહાર નીકળી શક્યું છે. જો કે કેટલાક બેજવાબદાર ઉદ્યોગો પ્રદૂષણ કરવાનું બંધ નથી કરી રહ્યા અને તેના કારણે આખી વસાહત બદનામ થઈ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.