ભરૂચઃ ભરૂચમાં લોકડાઉન વચ્ચે પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાયો હતી. રેંજ IG અભય ચુડાસમાના સુપરવિઝનમાં જૂના ભરૂચ સહિતના વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજાયો હતી.
કોરોના વાઇરસનું સંક્રમણ અટકાવવા દેશમાં હાલ બીજા તબક્કાનું લોક ડાઉન ચાલી રહ્યું છે. ત્યારે લોકડાઉનનો કડક અમલ થાય એ હેતુથી ભરૂચ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
જેના ભાગરૂપે ભરૂચ પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. રેંજ IG અભય ચુડાસમા, એસ.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમાનાં સુપરવિઝન હેઠળ ફ્લેગ માર્ચ યોજાઇ હતી. જે જૂના ભરૂચ સહિતના વિસ્તારોમાં ફરી હતી અને લોકોને શાંતિ તેમજ સલામતીનો અહેસાસ કરાવ્યો હતો.