- દહેજની હિમાની ઓર્ગેનિક કંપનીમાં આગ લાગતા દોડધામ મચી
- ઈ.ટી.પી પ્લાન્ટમાં લાગેલી આગ પર ફાયર વિભાગે કાબુ મેળવ્યો
- સદનસીબે કોઈ જાનહાની નહીં
ભરુચ: ઓદ્યોગિક હબ દહેજમાં આવેલી હિમાની ઓર્ગેનિક કંપનીમાં શુક્રવારે સવારે આગ લાગી હતી. આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા નજરે ચઢતા દોડધામ મચી હતી. આગ કંપનીનાં ઈટીપી પ્લાનમાં લાગી હતી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કંપની અને કોન્ટ્રાકટમાં કામ કરતા કર્મચારીઓ તથા કામદારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતાંની સાથે જ ફાયર ફાયટરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બે ફાયર ફાયટરોએ એક કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઇ ન હતી.
આ પણ વાંચો :