ભરૂચ: અંકલેશ્વરમાં જીઆઇડીસીમાં આવેલ ગોડાઉનમાં આગની ઘટના(fire at GIDC in Ankleshwar) બની હતી. કેમિકલ ભરેલા બેરાલોના ગોડાઉનમાં આગ હતી. આગ લાગતાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા.
આ પણ વાંચો: રાજકોટમાં ઓસ્ટ્રેલિયાથી આવેલી યુવતી કોરોના પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ
એક કામદાર ઈજાગ્રસ્ત: અંકલેશ્વર જીઆઇડીસીમાં એશિયન પેઇન્ટ ચોકડી નજીક સોલ્વન્ટના ગોડાઉનમાં (fire at GIDC in Ankleshwar)આગ લાગી હતી. જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવાયો હતો.
લાખોના નુકસાનનો અંદાજ: ઘટનામાં ગોડાઉનમાં કામ કરતા બે કામદારો દાઝી જતા(one worker injured in fire at GIDC) તેમને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નોંધાઈ નથી જોકે લાખોના નુકસાનનો અંદાજ લગાવાઈ રહ્યો છે.
આ પણ વાંચો: વ્યાજખોરો ચેતજો!; કોઈએ વધુ વ્યાજ આપવાની જરૂર નથી: અમૃતિયા