ETV Bharat / state

જંબુસરના પેટ્રોલ પંપ પર પિતા પુત્ર પર ચપ્પુથી હુમલો, CCTV ફૂટેજ બહાર આવ્યા - ambusar police

ભરૂચના જંબુસરમાં પેટ્રોલપંપના સંચાલકના પુત્ર પાસે બાકી પૈસા લેવા આવેલા પિતા-પુત્ર પર હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલામાં CCTV ફૂટેજ બહાર આવ્યા છે જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

ઘટનાના CCTV ફૂટેજ બહાર આવ્યા
ઘટનાના CCTV ફૂટેજ બહાર આવ્યા
author img

By

Published : Feb 21, 2021, 9:35 PM IST

  • જંબુસરના પેટ્રોલ પંપ પર પિતા-પુત્ર પર ચપ્પુથી હુમલો
  • બાકી નિકળતા રૂપિયા લેવા જતા પંપના સંચાલકના પુત્રએ હુમલો કર્યો
  • જંબુસર પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચઃ જિલ્લાના જંબુસર તાલુકાના જલાલપુરા ગામે શેખજીની વાડી ગામે રહેતા ઇકબાલ ઇબ્રાહિમ મલેકનો પુત્ર સાહિલ છેલ્લાં આઠ મહિનાથી જંબુસરના સેન્ટર પ્લાઝા પાસે આવેલાં આદર્શ ફ્યુલ ઇન્ડિયન ઓઇલ પેટ્રોલપંપ ખાતે નોકરી કરતો હતો. દરમિયાન ગત ગુરૂવારે રૂપિયા મુદ્દે સાહિલને પેટ્રોલપંપના માલિક સઇદ પટેલ સાથે તકરાર થઇ હતી. જેના પગલે સાહિલને નોકરીએથી કાઢી મુક્યો હતો. જેથી પુત્રના બાકી નીકળતા નાણા લેવા ઇકબાલ ઇબ્રાહિમ મલેક પોતાના પુત્ર સાથે પ્લાઝા ચોકડી સ્થિત પેટ્રોલ પંપ પર ગયા હતા. રૂપિયા લઈ પિતા-પુત્ર પૈસા ગણી રહ્યા હતા ત્યારે પેટ્રોલપંપ સંચાલકના પુત્ર હૈદરે અચાનક ઉશ્કેરાઈ જઈ ઇકબાલ ઇબ્રાહિમ મલેક અને તેના પુત્ર પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો.

જંબુસરના પેટ્રોલ પંપ પર પિતા પુત્ર પર ચપ્પુથી હુમલો

ઘટના CCTVમાં કેદ

આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં મારામારી નિહાળી શકાય છે. હુમલાના કારણે પેટ્રોલપંપ પર નાસભાગ મચી હતી. હુમલામાં પિતા-પુત્રને ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ પોલીસે આ મામલે હૈદર સહિત ત્રણ શખ્સો સામે ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.