ETV Bharat / state

ભરૂચની આરતી ઈન્ડસ્ટ્રીઝ કંપનીમાં ઈન્ટરવ્યૂ માટે આવેલા 500 ઉમેદવારો સોશિયલ ડિસ્ટન્સ ભૂલ્યા

કોરોનાના કારણે ઘણા લોકોએ પોતાની રોજગારી ગુમાવી છે. હાલમાં મોટા ભાગના તમામ ઈન્ડસ્ટ્રીમાં લોકોએ પોતાના કર્મચારીઓને કંપની ખોટ કરી રહી છે કહીને કાઢી મૂક્યા છે. હવે આવામાં લોકો જાય તો જાય ક્યાં તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ભરૂચમાં આરતી ઈન્ડસ્ટ્રીઝ કંપનીમાં 10 જગ્યાની ભરતી પડતા 500 ઉમેદવારોએ આના માટે ફોર્મ ભર્યું હતું. આ જગ્યા માટે રાખવામાં આવેલા ઈન્ટરવ્યૂમાં એક નહીં બે નહીં પરંતુ 500 ઉમેદવાર એક સાથે આવ્યા હતા. જોકે, આ ઉમેદવારો નોકરી લેવાની ને લેવાની લાલચમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું ભૂલી ગયા એટલે પોલીસે કલેક્ટરના જાહેરનામાનો ભંગ અને એપેડેમિક એક્ટ હેઠળ કંપનીના 5 અધિકારીઓ સામે સી ડિવિઝનમાં ગુનો નોંધ્યો છે.

ભરૂચની આરતી ઈન્ડસ્ટ્રીઝ કંપનીમાં ઈન્ટરવ્યૂ માટે આવેલા 500 ઉમેદવારો સોશિયલ ડિસ્ટન્સ ભૂલ્યા
ભરૂચની આરતી ઈન્ડસ્ટ્રીઝ કંપનીમાં ઈન્ટરવ્યૂ માટે આવેલા 500 ઉમેદવારો સોશિયલ ડિસ્ટન્સ ભૂલ્યા
author img

By

Published : Jan 6, 2021, 11:01 AM IST

  • કોરોના કાળમાં આરતી ઈન્ડસ્ટ્રીઝમાં 10 જગ્યા માટે 500 ઉમેદવાર આવ્યા
  • ઉમેદવારોએ સોશિયલ ડિસ્ટન્સ ન જાળવતા 5 અધિકારીની અટકાયત કરાઈ
  • કંપનીએ સવારે 10થી સાંજે 5 કલાક સુધી વોક ઈન ઇન્ટરવ્યૂ રાખ્યો હતો

ભરૂચઃ ભરૂચમાં કોરોના મહામારી વચ્ચે મંગળવારે આરતી ઈન્ડસ્ટ્રીઝે એબીસી સર્કલ નજીક આવેલી એક હોટેલમાં વોક ઈન ઈન્ટરવ્યૂ રાખ્યો હતો, જેમાં ભાગ લેવા 500 ઉમેદવારો આવ્યા હતા. જોકે, યુવાનો નોકરી લેવાની લાલચમાં ને લાલચમાં કોરોના અને સોશિયલ ડિસ્ટન્સ ભૂલી ગયા હતા. એકસાથે આટલું મોટું ટોળું એકત્રિત થવાથી કોરોના વિસ્ફોટ થઈ શકે છે. એટલે પોલીસે કંપનીના 5 બેદરકાર અધિકારીઓ સામે ગુનો નોંધી તેમની અટકાયત કરી છે. આ સાથે તમામ સામે કલેક્ટરના જાહેરનામાનો ભંગ અને એપેડેમિક એક્ટનું ઉલ્લંઘન કરવા બદલ ગુનો નોંધ્યો છે.

ભરૂચની આરતી ઈન્ડસ્ટ્રીઝ કંપનીમાં ઈન્ટરવ્યૂ માટે આવેલા 500 ઉમેદવારો સોશિયલ ડિસ્ટન્સ ભૂલ્યા
ભરૂચની આરતી ઈન્ડસ્ટ્રીઝ કંપનીમાં ઈન્ટરવ્યૂ માટે આવેલા 500 ઉમેદવારો સોશિયલ ડિસ્ટન્સ ભૂલ્યા

10 જગ્યા માટે 500 ઉમેદવાર સોશિયલ ડિસ્ટન્સ ભૂલી આવ્યા મેદાને

ABC સર્કલ પર ફિલ્ડ ઓપરેટર, મેકેનિકલ ટેક્નિશિયન, સુપરવાઈઝર, યુટિલિટી ટેક્નિશિયન, ડિપ્લોમા ઈન કેમિકલ સુપરવાઈઝર, રોટેટિંગ ઈકવિપમેન્ટ ટેક્નિશયન, શિફ્ટ ઇન્ચાર્જ, એમઓસી ઇન્ચાર્જ અને એન્જિનિયરની 10 જગ્યા માટે કંપનીએ ઈન્ટરવ્યૂ ગોઠવ્યા હતા. જોકે, 500 જેટલા બેરોજગાર ઉમેદવારો અહીં નોકરી મેળવવા આવ્યા હતા. પરંતુ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઊડતા પોલીસ દોડતી થઈ હતી.

તાજેતરમાં જ આરતી ઈન્ડસ્ટ્રીઝને GPCBએ રૂ. 10 લાખનો દંડ ફટકાર્યો હતો

ગ્લોબલ માર્કેટમાં પોતાની હાજરી નોંધાવનારી આરતી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર અને દહેજ ખાતે યુનિટ છે. તાજેતરમાં જ કંપનીને GPCB દ્વારા આગની ઘટના બાદ વાયુ પ્રદુષણ મુદ્દે રૂ. 10 લાખનો દંડ ફટકારવા સાથે ક્લોઝરની નોટિસ પણ અપાઈ હતી.

ઔદ્યોગિક ગઢમાં બેરોજગારી, સરકારે પણ ચેતવાની જરૂર

કંપનીમાં 10 જગ્યા માટે 500થી વધુ સ્થાનિક બેરોજગાર યુવાનો ઉમટી પડવાની ઘટના સરકાર અને તંત્ર માટે પણ લાલબત્તી સમાન છે. ઔદ્યોગિક ગઢ ભરૂચ જિલ્લામાં બેરોજગરીનું ભયાવહ ચિત્ર આજના વોક ઈન ઈન્ટરવ્યૂમાં ઉમટેલા નોકરી ઈચ્છુકોના ટોળાને લઈ છતું થઈ રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.