ભરૂચ: ભરૂચ જિલ્લામાં કોરોના વાઇરસના વધુ 5 નવા પોઝિટિવ કેસ મળી આવતા હવે 10 વિસ્તારો કન્ટેઈનમેન્ટ એરિયા તરીકે જાહેર કરવામાં આવ્યાં હતા. કન્ટેઇનમેન્ટ એરિયામાં આવશ્યક ચીજવસ્તુની ખરીદી માટે સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી મુક્તિ આપવામાં આવી હતી.
ભરૂચ જિલ્લામાં કોરોના વાઇરસના 5 નવા પોઝિટિવ કેસ, 10 વિસ્તારો કન્ટેઈનમેન્ટ એરિયા તરીકે કરાયાં જાહેર ભરૂચ જિલ્લામાં લોકડાઉન પાર્ટ 4નાં અમલના પ્રથમ દિવસે જ 5 પોઝિટિવ કેસ મળી આવ્યા હતા. જેના પગલે આરોગ્ય વિભાગ દોડતું થયું છે, ત્યારે જીલ્લા વહિવટી તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડી કેટલાંક વિસ્તારોનો કન્ટેઈમેન્ટ એરિયા તરીકે જાહેર કર્યા છે. જેમાં ભરૂચ તાલુકાના રહાડપોર ગામમાં આવેલા રંગ ઉપવન સોસાયટી, ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 6ના મકતમપુરમાં આવેલા બોરભાઠા બેટ, અંકલેશ્વર તાલુકાના પિરામણ ગામમાં આવેલ હેપ્પી નગર, શ્યામ નગર, તળાવ ફળીયું, જી.એન. પાર્ક. અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામમાં આવેલ કુમકુમ બંગલોઝ તથા સરગમ રેસીડેન્સીને તંત્ર દ્વારા કન્ટેઈનમેન્ટ એરિયા તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
આ અગાઉ ભરૂચ શહેરના મુંડા ફળિયા, અપ્સરા એપાર્ટમેન્ટ, તેમજ આમોદના વોર્ડ નંબર 3, જંબુસરમાં વડગામ તેમજ વાલિયાનો રૂપનગર વિસ્તાર કન્ટેઇનમેન્ટ એરિયા જાહેર કરાયો છે.