ભરૂચઃ સિવિલ હોસ્પિટલના આરોગ્ય કર્મીઓને કોરોનાનો પોઝિટિવ આવ્યા બાદ કોન્ટ્રાકટ હેઠળ કામ કરતા 35 સફાઈકર્મીઓએ કામ કરવાની મનાઈ કરી છે અને કામમાં પરત જોડવવા માટે પોતાની સલમતી માટે જરૂરી પગલા ભરવાની માંગ કરી છે. જ્યાં સુધી તેમની પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી તેમણે કામમાં ન જોડવવાની ચીમકી ઉચ્ચારી છે.
ભરૂચ સિવિલ હોસ્પિટલનાં 7 જેટલા આરોગ્યકર્મીઓને કોરોના વાયરસનો કેસ પોઝેટીવ આવ્યો છે, ત્યારે સિવિલ હોસ્પિટલમાં કામ કરતા આરોગ્ય કર્મીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.ભરૂચ સિવિલ હોસ્પિટલના કોન્ટ્રાકટમાં કામ કરતા 35 સફાઈ કામદારોએ આજરોજ કામકાજથી અળગા રહી વિરોધ નોધાવ્યો હતો અને ફરજ હાજર ન નહીનો પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.
સફાઈ કામદારોએ સિવિલ હોસ્પિટલના આરોગ્ય કર્મીઓને કોરોનાનો પોઝિટિવ આવ્યા બાદ પોતાની સલમતીનું કારણ આગળ ધર્યું છે અને કોન્ટ્રાકટ હેઠળ કામ કરતા સફાઈકર્મીઓની સલામતીના પગલાં અને સંક્રમણ થાય તો આર્થિક સહાયની બાંહેધરીની માંગ કરી છે. સફાઈ કામદારોનો કોન્ટ્રાકટ ટૂંક જ સમયમાં પૂર્ણ થવા જઈ રહ્યો છે ત્યારે સરકાર તેઓને કાયમી કરે એવી પણ માંગ કરવામાં આવી છે.