ડિઝાઇન,હેવી ફલો અને વાતાવરણની અસરના કારણે છેલ્લા કેટલાક સમયથી ફાઇનલ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી કેમિકલ વેસ્ટનું સમુદ્રમાં વાહન કરતી પાઈપલાઈનમાં વારંવાર ભંગાણની સમસ્યા સર્જાય છે. 14 નવેમ્બરના રોજ કડકિયા કોલેજ નજીક પડેલ ભંગાણ વળતરના ગૂંચવાયેલા મામલે ત્રણ દિવસથી રીપેર કરી શકાયું નથી. લીકેજના પગલે પાઈપ લાઈન પ્રોજેક્ટ એનસીટીએલના સત્તધીશોએ તાત્કાલિક ઉદ્યોગોનું ડિસ્ચાર્જ બંધ કરાવ્યું હતું. દરેક ઔદ્યોગિક એકમ પાસે મહત્તમ બે દિવસ વેસ્ટ સંગ્રહ થઈ શકે તેટલી ક્ષમતા હોય છે. આજે પણ શક્ય ન બનતા અંતે ઉદ્યોગો બંધ કરવા પડયા છે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળ આ વિકટ સમસ્યા એનસીટીએલ પ્રોજેક્ટના ગેરવહીવટનું પરિણામ જણાવી રહ્યા છે.
ઉદ્યોગકારોએ સમસ્યાનો હલ જાતે કારવા પ્રયાસ શરુ કર્યા છે. વળતરના મામલે વિવાદ સર્જાતા એનસીટીએલના અધિકારી રજા ઉપર ઉતરી ગયા હોવાનો ઉદ્યોગકાર આક્ષેપ કરી રહ્યા છે.રોજનું ૨૦૦ કરોડ રૂપિયાનું નુકશાન સહન કરનાર ઉદ્યોગ જમીન માલિક સાથે વાટાઘાટો સફળ ન રહેતા પોલીસ રક્ષણ હેઠળ સમારકામ કામે પ્રયાસ કરી રહી છે.તો બીજી તરફ સુએજની લાઈનમાં પણ ભંગાણ સર્જાતા ગટરના પાણી આસપાસના ખેતરમાં ફરી વળ્યાં હતા. જેના કારણે ખેડૂતોને નુકશાન પહોંચ્યું હતું.