- દિલિપે ધૂળેટીના દિવસે ગામની પરણિતાના શ્વાનને ધૂળેટીએ કલર લગાવ્યો હતો
- પરણિતાના પિયરથી તેના ભાઇઓ અને નવ લોકોને સેંગપુર બોલાવ્યા
- શ્વાનને કલર લગાવવાની બાબતમાં મારામારી થઇ
ભરૂચ : અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામના ખાડી ફળિયામાં રહેતા દિલિપ વસાવાએ ધૂળેટીના દિવસે ગામની પરણિતા સંગીતા વસાવાના શ્વાનને ધૂળેટીએ કલર લગાવ્યો હતો. જે બાદ સંગીતા વસાવાએ તેના પિયરથી તેના ભાઇઓ અને નવ લોકોને સેંગપુર ખાતે બોલાવ્યા હતા. આઠેય આરોપીઓએ મહિલાના શ્વાનને કલર લગાવવા બાબતે યુવાનના સંબંધીઓ સાથે મારામારી કરી હતી.
આ પણ વાંચો : NIA ના મુંબઈની ક્લબમાં દરોડા, સિમ કાર્ડ સંબંધિત દસ્તાવેજો મળ્યા
દિલિપ વસાવાને માથામાં લાકડું મારતાં તેને ઇજાઓ પહોંચી
દિલિપ વસાવાને માથામાં લાકડું મારતાં તેને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે વાલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું ટૂંકી સારવાર બાદ મોત થયું હતું. આ બનાવ અંગે અંકલેશ્વર તાલુકા પોલીસે મહિલા સહિત નવ લોકો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ઇજાગ્રસ્ત મહિલા આરોપીને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
આ પણ વાંચો : 3 વર્ષ જૂના હત્યાના કેસમાં 3 આરોપીઓને આજીવન કેદની સજા
ફરાર આરોપીની ભરૂચ પોલીસે ફરી ધરપકડ કરી
આ મામલામાં પોલીસે સાત આરોપીની ધરપકડ કરી છે. જ્યારે મારમારીમાં સંડોવાયેલા અન્ય સાત લોકોની રાયોટિંગના ગુનામાં અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓ પૈકી સર્જન ડાહ્યા વસાવાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને પણ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જોકે, તે સારવાર દરમિયાન ભરૂચ સિવિલ હોસ્પિટલમાંથી પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો. જોકે, પોલીસે ગણતરીના સમયમાં જ ફરાર આરોપીની ફરી ધરપકડ કરી હતી.