બનાસકાંઠા જિલ્લામાં સતત સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહેલા ગૌચરના દબાનોના કારણે આજે સરકારે પશુધનની જાળવણી માટે માલધારીઓને ફાળવવામાં આવેલ જગ્યા ન રહેતા પશુધન રોડ પર આવી ગયું છે. સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં અત્યારે જાહેર માર્ગો પર અડીંગો જમાવીને બેઠેલા પશુઓની સમસ્યા નગરજનો માટે માથાના દુખાવા સમાન સમસ્યા બની ગઈ છે. શહેરમાં રખડતા પશુઓની સમસ્યાએ આજની સમસ્યા નથી, આ સમસ્યા ઘણા સમયથી છે. શહેરમાં રખડતાં પશુઓના લીધે સમસ્યા ખૂબ જ પેચીંદી બની ગઈ છે.
સરકાર દ્વારા માલધારીઓને ફાળવવામાં આવેલ ગૌચરની જગ્યા પર લોકોનો કબજો થઈ જવાના કારણે હાલ રખડતા ઢોરોનો ત્રાસ વધી જવા પામ્યો છે. છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લાની અનેક ગૌચરની જમીન ઉપર સ્થાનિક લોકો દ્વારા દબાણ કરી દેવામાં આવતા માલધારીઓની ગાયોને ન છૂટકે શહેરી વિસ્તાર તરફ કરવા માટે આવવું પડે છે. જેના કારણે આ પશુઓ અનેકવાર લોકોને અડફેટે લેતા હોય છે અને અકસ્માત સર્જાતા હોય છે, સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે આવા ગૌચર દબાણ દૂર કરવામાં આવે તો રખડતા ઢોરોની સમસ્યા છે. મુક્ત થઈ શકાય તેમ છે.
રખડતા ઢોરોની સમસ્યાથી પીડાતા શહેરીજનોને મુક્ત કરવા માટે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે ત્રણ મહિના અગાઉ જાહેરનામુ બહાર પાડયુ હતું અને નગરપાલિકા અને નેશનલ હાઈવે ઓથોરીટીને સાત દિવસમાં જ આ સમસ્યા તે લોકોને કઈ રીતે મુક્ત કરવા તે માટે એક્શન પ્લાન કરવા માટે હુકમ કરાયો હતો. પરંતુ આ વાતને આજે ત્રણ મહિના જેટલો સમય વિતવા છતાં પણ હજુ સુધી જિલ્લાનો એક પણ માર્ગ રખડતા ઢોરોની સમસ્યાથી મુક્ત થયો નથી. ડીસા નગરપાલિકાનું પણ માનવું છે કે, શહેરના માર્ગો પર 6000 જેટલા રખડતાં પશુઓનો ત્રાસ છે, જેને પકડવા માટે નગરપાલિકાએ કવાયત હાથ ધરી છે અને ટૂંક સમયમાં જ આ સમસ્યાથી શહેરીજનોને મુક્ત કરવામાં આવશે તેવું પાલિકા પ્રમુખનું માનવું છે.
ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં રખડતા ઢોરોની સમસ્યા ખૂબ જ વધી ગઈ છે અને તેના માટે જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી આ સમસ્યા એ લોકોને મુક્ત કરવા માટે હુકમ કર્યો હતો, પરંતુ તે તમને પણ નગરપાલિકા અને હાઇવે ઓથોરિટી ના અધિકારીઓ ઘોળીને પી ગયા છે અને હજુ સુધી એક પણ માર્ગને રખડતા ઢોરોની સમસ્યાથી મુક્ત કરાવી શક્યા નથી. ત્યારે હવે રખડતા ઢોરોની સમસ્યાથી બનાસ વાસીઓને ક્યારે મુક્ત થશે તે જોવાનું રહેશે.