ETV Bharat / state

Women's Day 2022: સરકારી નોકરી છોડીને મહિલાઓના ઉત્કર્ષ માટે કામ કરતાં મહિલા કઈ રીતે બન્યાં પ્રેરણારૂપ, જૂઓ - મહિલાઓના ઉત્કર્ષ માટે કામગીરી

રાજ્યના સાબરકાંઠા જિલ્લામાં રબારી સમાજમાં જન્મેલા ડો. રાજુલબેન દેસાઈ મહિલાઓ માટે પ્રેરણારૂપ (Banaskantha woman became Inspiration) બન્યાં છે. તેમણે સરકારી નોકરી છોડીને મહિલાઓના ઉત્કર્ષ (Work for the upliftment of women) માટે હંમેશા કામ કર્યું છે. જ્યારે તેમણે સરકારની નોકરી છોડી તો એ વાતની નોંધ તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લીધી હતી. તો આવો જાણીએ રાજુલબેને કઈ રીતે મહિલાઓને મદદ કરી.

Women's Day 2022: સરકારી નોકરી છોડીને મહિલાઓના ઉત્કર્ષ માટે કામ કરતાં મહિલા કઈ રીતે બન્યાં પ્રેરણારૂપ, જૂઓ

author img

By

Published : Mar 8, 2022, 4:19 PM IST

બનાસકાંઠાઃ આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (Women's Day 2022) છે ત્યારે આજે આપણે એક એવા મહિલા વિશે વાત કરીશું કે, જેમણે અનેક સંઘર્ષોનો સામનો કરીને એ મુકામ મેળવ્યું છે કે, જ્યાં પહોંચવું પુરુષો માટે પણ સરળ નથી. આ મહિલા છે ભારત સરકારના રાષ્ટ્રીય મહિલા આયોગનાં સભ્ય ડો. રાજુલબેન દેસાઈ (Banaskantha woman became Inspiration). સામાન્ય પરિવારની આ દીકરી આજે સમગ્ર ભારતમાં મહિલાઓના ઉત્થાન માટે કાર્ય કરી રહી છે અને ગુજરાતનું ગૌરવ વધારી રહી છે. તો નિહાળીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ડો. રાજુલબેન દેસાઇ પર વિશેષ અહેવાલ.

સરકારી નોકરીમાંથી રાજીનામું આપ્યું

ડો. રાજુલબેન દેસાઈના જીવન પર એક નજર

સાબરકાંઠા જિલ્લામાં આવેલા હિંમતનગરમાં રબારી સમાજના એક શિક્ષિત પરિવારમાં 9 મે 1978ના દિવસે રાજુલબેન દેસાઈનો જન્મ થયો હતો. તેમના પિતા લલ્લુભાઈ દેસાઇ વકીલાતનો વ્યવસાય કરતા હતા અને પરિવાર પણ શિક્ષિત હતો. એટ્લે તેમને શિક્ષણ પ્રત્યેનો લગાવ વારસામાં જ મળ્યો હતો. રાજુલબેન દેસાઈએ તેમના બાળપણનો સમય હિંમતનગરમાં જ વિતાવ્યો અને ધોરણ 12 ધોરણ સુધીનો અભ્યાસ હિંમતનગરમાં આવેલી શ્રીહિંમત હાઈસ્કૂલમાં પૂરો કર્યો અને ત્યારબાદ હિંમતનગર આર્ટ્સ કોલેજમાંથી મનોવિજ્ઞાનની બેચલર ડિગ્રી મેળવી હતી, પરંતુ તેમનું સપનું કાયદાના પાઠ ભણવાનું હતું અને પોતાના ગ્રેજ્યુએશન બાદ તેમણે હિંમતનગર લૉ કોલેજમાંથી લોની માસ્ટર ડિગ્રી સુધી અભ્યાસ કરીને LLM પણ પૂરું કર્યું હતું અને પાલનપુર ખાતે આવેલી જી. ડી. મોદી લૉ કોલેજમાં પ્રોફેસર તરીકે જોડાયા અને 7 વર્ષ સુધી ફરજ બજાવી હતી, પરંતુ વધુ અભ્યાસને ખેવના હોવાના લીધે રાજુલબેન દેસાઈએ આગળ અભ્યાસ ચાલુ રહ્યો અને GPSCમાં ક્લાસ ટૂની પરીક્ષા પાસ કરી અને અમદાવાદ ખાતે આવેલા મણિનગર વિસ્તારની કે.કા.શાસ્ત્રી સરકારી લો કોલેજમાં સરકારી નોકરી તરીકે જોડાયાં હતાં.

સરકારે વિશેષ જવાબદારી સોંપી
સરકારે વિશેષ જવાબદારી સોંપી

આ પણ વાંચો- Women’s Day 2022 : 26 વર્ષમાં 1,000થી વધુ પ્રજ્ઞાચક્ષુ મહિલાઓનો ઉદ્ધાર કરનાર મહિલા વિશે જાણો

સરકારી નોકરીમાંથી રાજીનામું આપ્યું

પરિવારની જવાબદારી હોવાના લીધે રાજુલબેન દેસાઈએ પરિવારના દેખરેખની ચિંતાના કારણે પલભરમાં કોઈપણ વિચાર કર્યા વગર સરકારી નોકરીમાંથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ તેઓ બનાસકાંઠા જિલ્લાના ડીસામાં પરિવાર સાથે સ્થાયી થયાં હતાં. એટ્લે કહી શકાય કે, રાજુલબેને એ પણ સાબિત કરી બતાવ્યુ છે કે, સ્ત્રી ત્યાગ અને બલિદાનની મૂર્તિ છે. જેતે સમયે પરિવારની જવાબદારી હોવાના લીધે તેમણે સરકારી નોકરીમાથી રાજીનામું આપ્યું ત્યારે તેની નોંધ તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લીધી હતી. તેમને રાજીનામાનું કારણ જાણીને નરેન્દ્ર મોદી પણ પ્રભાવિત થઈ ગયા હતા.

આ પણ વાંચો- Women Day Special : રાજ્યનું એક માત્ર પ્રિન્ટિંગ પ્રેસ, જેનું તમામ કામ મહિલાઓ સંભાળે છે, જૂઓ

મહિલાઓને આપ્યું કાયદાનું જ્ઞાન

ત્યારબાદ રાજુલબેનની પ્રતિભાને બહાર લાવવા મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા સશક્તિકરણની જવાબદારી સોંપી હતી. રાજુલબેન દેસાઇએ સરકારી નોકરીમાંથી રાજીનામું આપ્યા બાદ ડીસા સ્થાયી થઈ ગયાં. પરંતુ પોતાનામાં રહેલી શિક્ષણની ભૂખના લીધે તેઓ ડીસા આવ્યા બાદ પણ શિક્ષણ સાથે જોડાયેલા રહેવા ઈચ્છી રહ્યાં હતાં. અને પછાત બનાસકાંઠા જિલ્લામાં પણ કિશોર અને કિશોરીઓ કાયદાને સમજતા થાય તે માટે ડીસામાં પ્રથમવાર લો કોલેજની શરૂઆત કરી હતી. ડીસા શહેરથી દૂર કાંટ ગામમાં શરૂ કરેલી આ લૉ કોલેજમાં રાજુલબેન દેસાઇ પ્રિન્સિપાલની સાથે સાથે પ્રોફેસરની જવાબદારી પણ સાંભળી રહ્યા હતા અને અનેક વિદ્યાર્થીઓને કાયદાના તજજ્ઞ બનાવ્યા હતા. રાજુલબેન દેસાઈ કાંટ લૉ કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહ્યાં હતાં.

ગુજરાત રાજ્ય બાળ આયોગના સભ્ય તરીકે નિમણૂંક

તે દરમિયાન જ ગુજરાત સરકાર દ્વારા રાજુલબેન દેસાઈને (Rajulben Desai, a member of the National Commission for Women) ગુજરાત રાજ્ય બાલ આયોગના સભ્ય તરીકે નીમવામાં આવ્યાં અને રાજ્ય સરકારની પાલક માતાપિતા યોજનાનો ગુજરાતના ગામડા ગામડા સુધી જોરદાર પ્રચાર કરવાની સાથે સાથે સરકારની આ યોજનાનો અસંખ્ય લોકોને પણ લાભ અપાવ્યો હતો. તેઓ એક તરફ શિક્ષણના રથને વેગ આપી રહ્યા હતા. બીજી તરફ સમાજમાં જાગૃતિ લાવવા ઉપરાંત સરકારની યોજનાઓ છેવાડાના માણસો સુધી કેવી રીતે પહોંચે તે વિષે પણ સતત પ્રયાસ કરી રહ્યા હતા.

કેન્દ્ર સરકારે કામની લીધી નોંધ

તેમની કામ કરવાની આ ધગશને પગલે જ કેન્દ્ર સરકારે માર્ચ 2019માં ડો. રાજુલબેન દેસાઈની નિમણુંક રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય તરીકે (Rajulben Desai, a member of the National Commission for Women) કરવામાં આવી હતી. રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય બનતાં હવે રાજુલબેન દેસાઇને કામ (Rajulben Desai, a member of the National Commission for Women) કરવા માટે વિશાળ મેદાન મળી ગયું હતું અને દેશભરમાં રાજુલબેન મહિલાઓના પ્રશ્નો લાવવા માટે તાત્કાલિક સક્રિય બની ગયા હતા.અને દેશના ખૂણે ખૂણે પહોંચીને મહિલાઓ સાથે અત્યાચાર અટકાવવા માટે સતત પ્રયાસો કરવા લાગ્યા હતા.

મહિલાઓ માટે હંમેશા અગ્રેસર રહે છે રાજુલબેન

રાજુલબેન દેસાઇ મહિલાઓના ઉત્કર્ષ માટે ક્યારેય પાછા રહ્યા નથી.એવું નથી કે ફરિયાદ આવી હોય તેટલી જ બાબતોનું નિરાકરણ લાવ્યું હોય. ઘણા કિસ્સાઓમા ફરિયાદ વગર પણ જાતે સર્વે કરીને મહિલાઓના જીવનને દોજખ થતું બચાવ્યું છે. આવું જ કઈક ઉત્તર પ્રદેશમાં આવેલા વૃંદાવન પણ બન્યું. વૃંદાવનમાં જે મહિલાઓ વિધવા થઈ જાય છે તે મહિલાઓને મોકલી દેવામાં આવે છે. આવી મહિલાઓ અહી આવીને ભક્તિ કરતી હોય છે.પરંતુ પોતાનું ગુજરાન ચલાવવા માટે ભક્તિ કરવા આવેલી આ મહિલાઓને મજબૂરીથી ભીખ માંગવી પડતી હોય છે.અને ભીખ માંગીને આ મહિલાઓ પોતાનું ગુજરાન ચલાવે છે.આ બાબત રાજુલબેન દેસાઇના ધ્યાને આવતા રાજુલબેન દેસાઇએ તાત્કાલિક ઉત્તર પ્રદેશ સરકારનો સંપર્ક કરીને આ મહિલાઓ માટે તેમના ગુજરાન ચલાવવાની વ્યવસ્થા કરાવી.અને જે મહિલાઓને પોતાના ઘરે પરત જવું હતું તે મહિલાઓને પરત (Rajulben Desai, a member of the National Commission for Women) તેમના ઘરે પણ પહોંચાડી.

સરકારે વિશેષ જવાબદારી સોંપી

મહિલાને સતાવતા પ્રશ્નોના નિવારણ માટે હંમેશા અગ્રેસર રહેતા રાજુલબેન દેસાઈની કામગીરીથી સરકાર પણ પ્રભાવિત છે. હંમેશા પ્રશ્નોનું સચોટ નિવારણ લાવતા રાજુલબેન દેસાઇને સરકાર (Banaskantha woman became Inspiration) દ્વારા અત્યારે વિશેષ જવાબદારી સોંપવામાં (Rajulben Desai, a member of the National Commission for Women) આવી છે.વર્તમાન સમયમાં સરકારની નવી શિક્ષણ પધ્ધતિમાં મહિલા સુરક્ષા કમિટીની રચના કરવામાં આવી છે અને કમિટીમાં રાજુલબેન દેસાઇને અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આ કમિટી દેશની તમામ યુનિવર્સિટીમાં મહિલાઓને ક્યાં ક્યાં પ્રશ્નો સતાવી રહ્યા છે? તેના નિવારણ અને મહિલાઓને સુરક્ષા મળી રહે તે માટે નીતિઓ તૈયાર કરતી હોય છે.અને વર્તમાન સમયમાં રાજુલબેન દેસાઈના માર્ગદર્શનમાં કેન્દ્ર સરકાર દ્વારા મહિલા સુરક્ષા કમિટીની રચના કરાઇ છે.

દેશનું ગૌરવ વધારી રહ્યા છે

રાજુલબેન દેસાઇએ સાબિત કરી બતાવ્યું છે કે, નારી માત્ર નારી નથી, પરંતુ સાક્ષાત નારાયણી છે અને વર્તમાન સમયમાં જે રીતે મહિલાઓના ઉત્કર્ષ (Work for the upliftment of women) માટે તેઓ એક એવી મહિલા કે, જેને સરકારી નોકરીને પણ પરિવાર માટે ત્યાગ કરી અને રાષ્ટ્રીય મહિલા આયોગમાં જોડાયા બાદ દિલ્હી ગયા અને સાથે તેમના પરિવારને પણ દિલ્હી લઈ ગયા. ત્યાં પણ પોતાના બાળકોની કેળવણીનું સંપૂર્ણ ધ્યાન રાખી રહ્યા છે. રાજુલબેન દેસાઇ ન માત્ર બનાસકાંઠા કે સાબરકાંઠા પરંતુ સમગ્ર ગુજરાત અને ભારતનું ગૌરવ વધારી રહ્યા (Banaskantha woman became Inspiration) છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.