ETV Bharat / state

ડીસામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મહિલા પ્રશિક્ષણ સેમિનાર યોજાયો - દુર્ગાવાહિની આયામ

ડીસા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દુર્ગાવાહિની આયમનો એક દિવસીય પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન રવિવારે કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાભરમાંથી મહિલાઓ તેમજ કિશોરીઓએ ભાગ લીધો હતો.

Women Training Seminar
Women Training Seminar
author img

By

Published : Sep 27, 2020, 6:57 PM IST

બનાસકાંઠાઃ સમગ્ર દેશમાં મહિલા પર થતા અત્યાચારના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને વધતાં જતાં અત્યાચારોના બનાવના પગલે અત્યાર સુધી સમગ્ર દેશભરમાં અનેક મહિલાઓના આત્મહત્યાના બનાવો તેમજ લવ જેહાદના બનાવો મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. ત્યારે હિન્દુ ધર્મની મહિલાઓ અને દીકરીઓ લવ જેહાદના કિસ્સામાં ફસાય નહીં તે માટે વિવિધ સંસ્થાઓ દ્વારા લોકજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.

Women Training Seminar
દીકરીઓ પોતાનું સ્વરક્ષણ માટે લડી શકે તે માટેના આજના આ કાર્યક્રમમાં પ્રયાસ કરવામાં આવ્યો

ખાસ કરીને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી લવ જેહાદના કિસ્સાઓ સામે વર્ષોથી આંદોલન કરવામાં આવી રહ્યા છે. ત્યારે હાલમાં બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી એક પછી એક અનેક લવ જેહાદના કિસ્સાઓ જોવા મળી રહ્યા છે. ત્યારે મહિલાઓ આવા કિસ્સામાં સુરક્ષિત રહે તે માટે બનાસકાંઠા જિલ્લામાં કાર્યરત વિશ્વ હિન્દુ પરિષદ અને દુર્ગાવાહિની આયામના કાર્યક્રમ થકી લોકોમાં જાગૃતિ લાવવામાં આવી રહી છે.

Women Training Seminar
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મહિલા પ્રશિક્ષણ સેમિનાર યોજાયો

બનાસકાંઠા જિલ્લો આમ તો સૌથી પછાત જિલ્લો માનવામાં આવે છે. જેના કારણે ગ્રામિણ વિસ્તારોમાં મોટાભાગે મહિલાઓ પર થતા અત્યાચારની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આવી ઘટનાઓ ન ઘટે તે માટે વિશ્વ હિન્દુ પરિષદ અને દુર્ગાવાહિની આયામ દ્વારા લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. ત્યારે રવિવારના રોજ ડીસાની આદર્શ હાઇસ્કુલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દુર્ગાવાહિની આયામનો એક દિવસીય પ્રશિક્ષણ વર્ગ રાખવામાં આવ્યો હતો. આ શિક્ષણ વર્ગમાં પૂર્વ અને પશ્ચિમ બનાસકાંઠા જિલ્લાની દુર્ગાવાહિનીઓ, જિલ્લાની ટીમ, પ્રખંડ ટીમ તથા અન્ય 15 વર્ષથી 35 વર્ષની ઉંમર સુધીની બહેનોએ ભાગ લીધો હતો.

વિશ્વ હિન્દુ પરિષદના દુર્ગાવાહિની દ્વારા સ્કૂલથી લઈને કોલેજની યુવતી અને છેવાડાની દરેક બહેનો સુધી એક જ સંદેશો આપવામાં આવી રહ્યો છે કે, મહિલાઓ અને દીકરીઓ કોઈ લોભામણી લાલચમાં ન આવે તે માટે આ કાર્યક્રમનું આયોજન કારવામક આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી મહિલાઓ અને દીકરીઓ પ્રેમમાં ફસાઈ અને છેલ્લે પોતાનું જીવન ટૂંકાવી દેતી હોય છે. ત્યારે આવા બનાવો બનાસકાંઠા જિલ્લામાં અટકે અને તમામ મહિલાઓ અને દીકરીઓ પોતાનું સ્વરક્ષણ કરી શકે તે માટેના આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.