ડીસા: સમગ્ર દેશમાં હાલ કોરોના વાઇરસના કારણે સ્થિતિ ખૂબ જ ગંભીર થઈ છે. જેને લઇને દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. જેમાં લોકડાઉનની સૌથી ગંભીર અસર ગરીબ પરિવારો પર જોવા મળી રહી છેે. કારણ કે તમામ ધંધા રોજગાર બંધ થઈ ગયા હોવાથી ગરીબોની હાલત ખૂબ જ દયનિય જોવા મળી રહી છે.
ડીસા ખાતે કાર્યરત હિન્દૂ યુવા સંગઠન દ્વારા દરેક ઘર દીઠ શાક રોટલી ઉઘરાવી ગરીબ પરિવારો સુધી પહોંચાડવામાં આવી રહ્યી છે. જ્યારથી ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે, ત્યારથી હિન્દૂ યુવા સંગઠન દ્વારા આ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે.
ડીસા ખાતે કાર્યરત દરેક સંસ્થાઓ હાલ ગરીબ લોકોને એવા સમયે મદતરૂપ થાય છે, જ્યારે હવે ડીસાની અનેક સોસાયટીની મહિલાઓ પણ ગરીબ લોકોના વ્હારે આવી છે અને દરેક સોસાયટીમાંથી ગરીબ લોકો માટે મહિલાઓ દ્વારા એક સમયનું ભોજન બનાવી આપવામાં આવે છે.