બનાસકાંઠાઃ વડગામ તાલુકાના પોડવા ગામના ફરહાનાં બેન રેલવે પોલીસમાં ફરજ બજાવતા હતા. જેઓ ફરહાના બેન જાગીરદાર સમાજના સૌ પ્રથમ મહિલા પોલીસ કર્મચારી હતા. જેઓ વડગામ તાલુકાના છેવાડાના અંતરિયાળ મોકેજશ્વર જોડે પોંડવા ગામના જાગીરદાર ઐયુબ ખાન મહેમુદ ખાન ઘોરીની સુપુત્રી અને પાલનપુરના હેબતપુર ગામના જાગીરદાર ઘરાના સાથે નિકાહ કરવામાં આવ્યા હતા..
જાગીરદાર સમાજમાં મહિલાઓ પોતાની માન મર્યાદામાં માનતા હોવા છતાં આધુનિક યુગમાં જાગીરદાર સમાજ માટે મહિલાઓને પ્રેરણા પૂરી પાડવા મહિલા, દીકરીઓ ભણીગણી આગળ આવે એ માટે રેલવે પોલીસમાં નોકરી મેળવી પાલનપુર રેલવે પોલીસમાં ફરજ બજાવતા હતા.
જેમનું અચાનક ચાલુ નોકરી દરમિયાન બિમાર થતાં મહેસાણા ખાતે સારવાર માટે લઈ ગયા હતા. જે દરમિયાન અકાળે મૃત્યુ થતાં આખા જાગીરદાર સમાજમાં અને વડગામ પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. તેઓ જાગીરદાર સમાજની મહિલાઓ માટે હંમેશા પ્રેરણારૂપ બની રહેશે.
રમઝાન માસમાં અચાનક જ ચાલુ નોકરીએ બિમાર થતાં મહેસાણા ખાતે તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવતા ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો હતાં. જેથી તેમના મૃતદેહને પાલનપુર તાલુકાના હેબતપુર ગામમાં લાવીને સન્માન સાથે તેની દફનવિધિ કરવામાં આવી હતી.