ETV Bharat / state

ઉનાળાની શરૂઆત થતાં જ બનાસકાંઠા જિલ્લામાં પાણીની સમસ્યા શરૂ - gujarat news

બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતાં જ પાણીની તીવ્ર અછત સર્જાય છે. આ વર્ષે ડીસા તાલુકાના ઝેરડા ગામમાં ખેતરોમાં બનાવેલા બોરમાંથી ખારું પાણી આવતા હજારો હેક્ટર જમીનમાં ખેતીનો પાક નિષ્ફળ જઇ રહ્યો છે. લોકોએ સિંચાઈ માટે તો ઠીક પરંતુ પીવા માટે પણ બહારથી ટેન્કર મંગાવવા જેવી સ્થિતિ સર્જાઈ છે.

ઉનાળાની શરૂઆત થતાં જ બનાસકાંઠા જિલ્લામાં પાણીની સમસ્યા શરૂ

author img

By

Published : Mar 23, 2021, 9:55 PM IST

  • બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતાં જ પાણીની વિકટ સમસ્યા શરૂ
  • દર વર્ષે પૃથ્વી પરથી હજારો વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે
  • મોટા ભાગના બોરમાંથી ખારું પાણી આવે છે
  • જિલ્લામાં ત્રણ જળાશયો હોવા છતાં પાણીની વિકટ સમસ્યા સર્જાઇ
  • ખેડૂતો પોતાના ખેતરમાં ચાર-ચાર, પાંચ-પાંચ વખત બોર બનાવવાનો ખર્ચ કરી ચૂક્યા છે

બનાસકાંઠાઃ આ દ્રશ્યો કોઈ બનાસકાંઠાના સરહદી કે રણ વિસ્તારના નથી પરંતુ આ દ્રશ્યો છે ડીસા તાલુકાના ઝેરડા ગામના. ખેડૂતો પાસે 20-20, 30-30 વિઘા પોતાની જમીન અને જમીનમાં બોર હોવા છતાં પણ અહીંના ખેડૂતોએ પીવા માટે બહારથી પાણીનું ટેન્કર મંગાવવું પડે છે. બોરમાં હવે મીઠું નહીં પણ ખારું પાણી આવે છે, ખેડૂતોએ પોતાના ખેતરમાં 8,00થી 1,000 ફૂટ ઊંડા બોર બનાવ્યા છે. પરંતુ તેમાં ખારું પાણી આવતા ખેડૂતોની હાલત દિન પ્રતિદીન કફોડી બની રહી છે. પાણી ખારું આવતા પીવા માટે પણ બહારથી ટેન્કર મંગાવીને પાણી પીવું પડે છે, દર વર્ષે આ વિસ્તારમાં પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે, જેના કારણે છેલ્લા ચાર-પાંચ વર્ષની અંદર હજારો હેક્ટર જમીનમાં ખેતીનો પાક પણ નિષ્ફળ જઇ રહ્યો છે અને ખેતીનો પાક નિષ્ફળ જતા ખેડૂતોને લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે.

બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતાં જ પાણીની વિકટ સમસ્યા શરૂ

માત્ર 10થી 12 વર્ષની અંદર અહીં મોટા ભાગના બોરમાંથી હવે ખારું પાણી આવવા લાગ્યું

દર વર્ષે પૃથ્વી પરથી હજારો વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે, વૃક્ષોની સંખ્યા ઘટતા અને પ્રદુષણ વધતા ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે રણ વિસ્તાર દિવસેને દિવસે વધી રહ્યો છે. જેથી બનાસકાંઠા જિલ્લાનો રણ વિસ્તાર પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. પાણીના તળ પણ ખૂબ ઊંડા જઈ રહ્યા છે. મીઠા પાણીનો સ્રોત પણ ઘટી રહ્યો છે અને આ જ અસરના કારણે આ વિસ્તારમાં પણ દર વર્ષે મીઠું પાણી ઘટી રહ્યું છે. ખારા પાણીનો વિસ્તાર વધી રહ્યો છે. 10 વર્ષ પહેલા અહીંના લોકો પોતાના જ ખેતરમાં બનાવેલા બોરમાંથી મીઠું પાણી પીતા હતા, પરંતુ માત્ર 10થી 12 વર્ષની અંદર અહીં મોટા ભાગના બોરમાંથી હવે ખારું પાણી આવવા લાગ્યું છે જેની સીધી અસર અહીંના ખેડૂતોની જીવાદોરી સમાન ખેતી પર પડી છે.

જિલ્લામાં ત્રણ જળાશયો હોવા છતાં પાણીની વિકટ સમસ્યા સર્જાઇ

ડીસા તાલુકાના 40 જેટલા ગામોમાં ખારા પાણીની અસર

ડીસા તાલુકાના અંદાજે 30 થી 40 જેટલા ગામોની અંદર એક હજારથી પણ વધુ ખેડૂતોની 18થી 20 હજાર હેકટર જમીનમાં ખારૂ પાણી આવવા લાગ્યું છે, મીઠા પાણીની આશાએ આ વિસ્તારના ખેડૂતો પોતાના ખેતરમાં ચાર-ચાર, પાંચ-પાંચ વખત બોર બનાવવાનો ખર્ચ કરી ચૂક્યા છે અને લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાં પણ મીઠું પાણી મૃગજળ સમાન બની બની ગયું છે. ખારા પાણીના કારણે ખેતી પણ થતી નથી. સરકાર આ વિસ્તારના ખેડૂતો માટે કોઈ ખાસ આયોજન કરે અથવા મેસેજ દ્વારા આ વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરે તેવી ખેડૂતોની માંગ છે.

ઉનાળાની શરૂઆત થતાં જ બનાસકાંઠા જિલ્લામાં પાણીની સમસ્યા શરૂ

આ પણ વાંચોઃ છોટા ઉદેપુરમાં નર્મદા કેનાલને અડીને આવેલા ભોરદા ગામમાં જ લોકો પાણી માટે મારે છે વલખાં

ખારા પાણીને કારણે ખેડૂતને દર વર્ષે અંદાજે પાંચથી સાત લાખ રૂપિયાનું નુકસાન થાય છે

જિલ્લામાં ત્રણ જળાશયો છે તેમ છતાં પણ અહીંના ખેડૂતોની આ હાલત છે ત્યારે છેવાડે રહેતા ખેડૂતોની શું હાલત હશે. ખારા પાણીના કારણે એક ખેડૂતને દર વર્ષે અંદાજે પાંચથી સાત લાખ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. સરકાર હવે સુફીયાણી વાતો કરવાના બદલે આ વિસ્તારના ખેડૂતોને મીઠું પાણી મળી રહે તે માટે ચોક્કસ આયોજન કરે તો જ અહીંના ખેડૂતોની હાલત સુધરી શકે તેમ છે નહીંતર આગામી સમયમાં આ ખેડૂતોની પરિસ્થિતિ વધુ કફોડી બનતા રોકી નહીં શકાય.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.