ડીસા ખાતે કાર્યરત સમર્પણ સેવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા 5 વર્ષથી વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે. ગયા વર્ષે બનાસકાંઠા જિલ્લામાં નહિવત વરસાદ પડવાના કારણે પાણીની મોટી સમસ્યા સર્જાઈ છે.
પાણીની અસર પશુ-પક્ષીઓ પર પણ જોવા મળી રહી છે. હાલ ઉનાળાનો સમય હોઈ પક્ષીઓને રહેવા માટે પુઠાઓનું ઘર તેમજ પીવા માટે પાણી મળી રહે તેવા માટે સોમવારે ડીસા સમર્પણ ગૃપ દ્વારા લોકોને 300થી પણ વધુ કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમર્પણ સેવા ટ્રસ્ટ દ્વારા લોકો વધુમાં વધુ પોતાના ઘર આંગણે ચકલી ઘર રાખે તેમજ યોગ્ય જગ્યાએ જ્યાં પક્ષીઓ વધુમાં વધુ રહેતા હોય ત્યાં પીવા માટેના કુંડાઓ મુકવામાં આવ્યા હતા.