ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લામાં ભાભર અને ડીસા નગરપાલિકાની ચૂંટણીનું મતદાન શરૂ - BJP

બનાસકાંઠા જિલ્લામાં આજે 3 નગરપાલિકાની ચૂંટણીઓ માટે મતદાન યોજાવાનું છે. તેને લઈને સવારથી જ મતદાન કરવા માટે મતદારો મતદાન મથક પર પહોંચી ગયા છે. નગરપાલિકાની ચુંટણીને લઈ ઉમેદવારો અને મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ડીસા નગરપાલિકાની ચૂંટણીનું મ ડીસા નગરપાલિકાની ચૂંટણીનું મતદાનતદાન
ડીસા નગરપાલિકાની ચૂંટણીનું મતદાન
author img

By

Published : Feb 28, 2021, 9:12 AM IST

  • ભાભર અને ડીસા નગરપાલિકાની ચૂંટણી
  • ડીસામાં 92 હજાર અને ભાભરમાં 14 હજાર જેટલા મતદારો મતદાન કરશે
  • સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનીટાઇઝરની તકેદારી રખાશે

બનાસકાંઠા : જિલ્લામાં આજે રવિવારે નગરપાલિકાની ચૂંટણી ડીસા, પાલનપુર અને ભાભર ખાતે યોજાઇ રહી છે. જેને લઇને સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ડીસામાં આજે 92 હજાર જેટલા મતદારો મતદાન કરશે. ડીસા નગરપાલિકાની વાત કરવામાં આવે તો પાંચ વર્ષના શાસનમાં ભાજપે શાસન કર્યું હતું.

નગર સેવાસદન ડીસા
નગર સેવાસદન ડીસા

ડીસા નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે

આજે રવિવારના રોજ ડીસા નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે. સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોરોના વાઈરસનું સંક્રમણ વધે નહિ તે માટે પણ વહીવટી તંત્ર દ્વારા તમામ મતદારોને માસ્ક અને સેનીટાઇઝર ફરજિયાત રખાવીને મતદાન મથક પર મતદાન કરવા મોકલવામાં આવી રહ્યા છે.

મતદાન શરૂ
મતદાન શરૂ

6 વોર્ડ માટે ભાભર નગરપાલિકાની ચૂંટણી
ભાભર નગરપાલિકાની ચૂંટણીની વાત કરવામાં આવે તો 6 વોર્ડ માટે ભાભર નગરપાલિકાની ચૂંટણી માટે આજે મતદાન યોજાવાનું છે. આ ચૂંટણીમાં આજે 14 હજાર જેટલા મતદારો મતદાન કરી રહ્યા છે. આજે ભાભર નગરપાલિકાની ચૂંટણીને લઇ મતદારોમાં સવારથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

મતદાન શરૂ
મતદાન શરૂ

ભાભર નગરપાલિકામાં ગત પાંચ વર્ષ ભાજપનું શાસન હતું

લોકો મતદાન કરવા માટે ધીમે-ધીમે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનીટાઇઝર કર્યા બાદ મતદાન મથક પર પહોંચ્યા છે. ભાભર નગરપાલિકામાં ગત પાંચ વર્ષ ભાજપનું શાસન હતું. આ વખતે અનેક વિરોધના કારણે હાલમાં સમીકરણો બદલાતાં જોવા મળી રહ્યા છે. હવે જોવાનુંએ રહેશે કે ફરી એક વાર ભાભરમાં ભગવો લહેરાય છે કે પંજો બાજી મારી જાય છે.

બનાસકાંઠા જિલ્લામા નગરપાલિકાની ચૂંટણીનું મતદાન શરૂ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.