- આજે ગુરુપુર્ણિમા (gurupurnima)ની ઉજવણી
- મનુષ્યના જીવનમાં સૌ પ્રથમ ગુરુ પોતાનીમાં હોય છે
- અંબાજીમાં ગુરુપુર્ણિમાનાં પર્વને લઇ દર્શનાર્થીઓનો ઘસારો
બનાસકાંઠા: આજે ગુરુપુર્ણિમા છે ને શિષ્યોના જીવનમાં ગુરૂજીનો વિશેષ મહત્વ હોવાથી આજે ગુરુપુર્ણિમા (gurupurnima)ની ઉજવણી કરાતી હોય છે. ને મનુષ્યના જીવનમાં સૌ પ્રથમ ગુરુ પોતાની માં હોય છે. જે પિતાની પણ ઓળખ કરાવતી હોય છે. જેને લઇ જગત જનની જગદંબાના પવિત્રધામ અંબાજી માં ગુરુપુર્ણિમાના પર્વને લઇ દર્શનાર્થીઓનો ઘસારો જોવા મળ્યો હતો. માં પ્રથમ ગુરુ હોવાથી જગત જનની માં અંબાને સૌથી મોટા ગુરુ માંને માની તેમનાં દર્શન ભક્તો કરતાં હોય છે. એટલુ જ નહીં માતાજીના પરમ પુજારી ભટ્ટજી મહારાજમાં પણ ગુરુજીના પ્રતિક માની તેમનાં આશીર્વાદ લેતાં હોય છે.
માં અંબાને સૌથી મોટા ગુરુ માંને માની તેમનાં દર્શન ભક્તો કરતાં હોય છે
ભક્તોએ માતાજીના પરમ પુજારી ભટ્ટજી મહારાજમાં પણ ગુરુજીના પ્રતિક માની તેમનાં આશીર્વાદ લીધા. આજે ગુરુ પુર્ણીમાના દિવસે શ્રદ્ધાળુઓએ પ્રથમ માતાજીના દર્શન કરી ભટ્ટજી મહારાજના પણ આશીર્વાદ લીધા હતા. તેમજ ગુરુજીનું જીવનમાં અનોખુ મહત્વ હોવાની વાત ભટ્ટજી મહારાજે કરી હતી. જ્યારે ભટ્ટજી મહારાજે આશીર્વાદ સ્વરૂપે હાલ કોરોનાની ત્રીજી લહેર આવે જ નહીં તેમ જણાવી માઇ ભક્તો કોરોના ગાઇડ લાઇનનો સંપુર્ણપણે પાલન કરવાં અનુરોધ કર્યો હતો. માઇ ભક્તો કોરોના ગાઇડ લાઇનનો સંપુર્ણપણે પાલન કરવા અનુરોધ કર્યો.
આ પણ વાંચો: આજે Guru Purnima ના પાવન પર્વે Bharti Ashram માં ગુરૂપૂજન કરવામાં આવ્યું
આ પણ વાંચો: ગુરુ પૂનમના પાવન પ્રસંગે ગુરુદત્ત મહારાજના દર્શનાર્થે મોટી સંખ્યામાં મરાઠી પરિવારો ગિરનારના શરણે