- ધાનેરા માર્કેટ યાર્ડ ચૂંટણીમાં ફરી એકવાર વિકાસ પેનલનો વિજય
- ધાનેરા માર્કેટ યાર્ડની ચૂંટણી
- ધાનેરા માર્કેટ યાર્ડમાં વિકાસ પેનલ સત્તારૂઢ
- ધાનેરા માર્કેટ યાર્ડમાં વિકાસ પેનલનો વિજય
- વિકાસ પેનલનો વિજય થતાં ખેડૂતોમાં ખુશી
બનાસકાંઠાઃ ધાનેરામાં 16 બેઠકો માટે માર્કેટ યાર્ડની ચૂંટણી યોજાઈ હતી. જેમાં પરિવર્તન પેનલ અને વિકાસ પેનલ આમને સામને હતી. જેમાથી ફરી એકવાર વિકાસ પેનલ વિજેતા બની હતી. જેથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
ધાનેરા માર્કેટ યાર્ડમાં 10 બેઠકો માટે યોજાઈ ચૂંટણી પ્રક્રિયા
ધાનેરા માર્કેટ યાર્ડમાં 10 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી. આ ચૂંટણીમાં 16 બેઠકો માટે મતદાન થયુ હતું. વેપારી વિભાગની 6 બેઠકો બિનહરીફ થતાં ખેડૂત વિભાગની 10 બેઠકો માટેની યોજાયેલી ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા યોજાઈ હતી. 10 બેઠકોના 18 ઉમેદવારો માટે 1892 મતદાતાઓ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માર્કેટ યાર્ડમાં બનાવેલા 5 મતદાન કેન્દ્રો પર પહોંચી મતદાન કર્યું હતું. ખેડૂતોએ જણાવ્યું હતું કે, જે ખેડૂતોના હિતમાં નિર્ણય લેશે અને ખેડૂતોના ફાયદા માટે વિચારશે તેવા ઉમેદવારોને મત આપી વિજેતા બનાવવામાં આવશે.
ધાનેરા માર્કેટ યાર્ડમાં વિકાસ પેનલ સત્તારૂઢ
ધાનેરા માર્કેટ યાર્ડમાં છેલ્લા કેટલાય વર્ષોથી વિકાસ પેનલ સત્તારૂઢ છે અને માર્કેટ યાર્ડની ચૂંટણી માટેનું મતદાન હોવાથી વિકાસ પેનલ દ્વારા તમામ બેઠકો પર તેમનો વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરાયો હતો. આ વખતે વિકાસ પેનલના સામે ઉભી રહેલી પરિવર્તન પેનલ પણ પરિવર્તન લાવશે તેવી આશા વ્યક્ત કરી હતી.
ધાનેરા માર્કેટ યાર્ડમાં વિકાસ પેનલનો વિજય
બનાસકાંઠામાં ગઈ કાલે ધાનેરા માર્કેટ યાર્ડની ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણી જાહેર થયા બાદ કુલ 16 બેઠકો માટે ચૂંટણી યોજાનારી હતી પરંતુ તેમાંથી 6 બેઠકો બિનહરીફ થતા ગઈકાલે બાકી રહેલી ખેડૂત વિભાગની 10 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. જેનું પરિણામ જાહેર થઇ ગયું છે મતગણતરી બાદ 10 માંથી 7 બેઠકો પર વિકાસ પેનલે બાજી મારી છે. જ્યારે ત્રણ બેઠકો પરિવર્તન પેનલના ફાળે ગઈ છે. આમ કુલ 16 માંથી 13 બેઠકો પર સત્તાધારી પક્ષ એટલે કે, વિકાસ પેનલના ઉમેદવાર વિજેતા જાહેર થયા છે. જ્યારે 3 બેઠકો જ પરિવર્તન પેનલના ફાળે ગઈ છે આમ ધાનેરા માર્કેટ યાર્ડની ચૂંટણીમાં સત્તાધારી પક્ષ પોતાની સત્તા ટકાવી રાખવામાં સફળ રહ્યો છે અને માર્કેટ યાર્ડના ચેરમેન ભૂરાભાઈ પટેલની આગેવાનીમાં યોજાયેલી ચૂંટણીમાં ફરી એકવાર તેઓ પ્રમુખ બનશેએ વાત નિશ્ચિત થઈ ગઈ છે.
વિકાસ પેનલનો વિજય થતાં ખેડૂતોમાં ખુશી
બનાસકાંઠા જિલ્લાની ધાનેરા માર્કેટ યાર્ડની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ખેડૂતોએ મોટી સંખ્યામાં ઉત્સાહ સાથે વોટિંગ કર્યું હતું, ત્યારે આજે મતગણતરી બાદ ફરી એકવાર વિકાસ પેનલનો વિજય થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ખાસ કરીને ધાનેરામાં ત્યારથી વિકાસ પેનલ સત્તારૂઢ થઈ છે, ત્યારથી ખેડૂતોના વિકાસમાં અનેક કાર્ય થયા છે. જેના કારણે ફરી એકવાર ધાનેરા માર્કેટ યાર્ડમાં વિકાસ પેનલનો વિજય થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.