ETV Bharat / state

વાવ-થરાદના રત્નકલાકારોએ રોજગારી માટે આપ્યું આવેદનપત્ર

author img

By

Published : Jun 17, 2020, 7:13 PM IST

સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસની મહામારીમાં દરેક વર્ગના લોકોને મુશ્કેલીનો સામનો કર્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના રત્નકલાકારોએ રોજગારી માટે આવેદનપત્ર આપ્યું હતું.

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા: સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસની મહામારીમાં દરેક વર્ગના લોકોને મુશ્કેલીનો સામનો કર્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના રત્નકલાકારોએ રોજગારી માટે આવેદનપત્ર આપ્યું હતું.

લોકડાઉનની સૌથી વધુ અસર મંદીમાં સપડાયેલા હીરા ઉદ્યોગને થઈ છે. હીરા ઉદ્યોગની હાલત લોકડાઉનમાં વધારે કફોડી બની છે. વૈશ્વિક મહામારી કોરોના વાઇરસના કારણે થયેલા લોકડાઉનમાં માંડ-માંડ ગુજરાન ચલાવતા રત્નકલાકારો પણ ભારે આર્થિક તંગીમાં સપડાયા છે. ત્યારે કોરોનાના કારણે બનાસકાંઠાના વાવ, થરાદ અને સુઈગામના અંદાજે બે હજારથી પણ વધુ રત્નકલાકારો બેકાર બન્યા છે.

છેલ્લા ત્રણ મહિનાથી ધંધા-રોજગાર બંધ હોવાના કારણે હવે રત્ન કલાકારો આર્થિક તંગીનો સામનો કરી શકે તેવી પણ તેમની સ્થિતિ થઈ નથી. ત્યારે હવે આ રત્ન કલાકારો એ પણ સરકાર પાસે માસિક 6000 રૂપિયા સહાયની માંગ કરી છે. જેમાં વાવ થરાદ અને સુઈગામના રત્નકલાકારોએ આજે વાવ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી સરકાર તેઓને મદદ કરે તેવી રજૂઆત કરી છે.

જો સરકાર રત્નકલાકારોની મદદ નહીં કરે તો આવનાર સમય રત્નકલાકારો માટે ખૂબ જ વિકટ હશે તેમ રત્ન કલાકારોએ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.