- કોંગ્રેસમાં જોડાયા બાદ જીગ્નેશ મેવાણી બનાસકાંઠાની મુલાકાતે
- RSS ઉપર આકરા પ્રહારો કરી ગદ્દારોનું સંગઠન ગણાવ્યું
- બી.કે ગઢવી પ્લોટ ખાતે કોંગ્રેસના કાર્યક્રતોઓ સાથે બેઠક કરી
પાલનપુર : પાલનપુર ખાતે જીગ્નેશ મેવાણીનો અભિવાદન સમારોહ યોજાયો હતો. જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ, જિલ્લા કોંગ્રેસના પ્રભારી ચંદનજી ઠાકોર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ ગઢવી તેમજ બનાસકાંઠાના કોંગ્રેસના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જીગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રથમવાર આ સમારોહમાં જીગ્નેશ મેવાણી એ કોંગ્રેસના કાર્યકરો સાથે બેઠક યોજી હતી અને આવનારી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને ગુજરાતમાં કઈ રીતે વિજય બનાવી શકાય તે માટે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરનું નિવેદન
પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરે RSS પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, દેશની આઝાદીની લડાઈમાં યુવાનોને ચળવળમાં જોડાતા રોકવાનું કામ RSS કરતું હતું. RSS એ ગાંધીજી અને બાબાસાહેબ આંબેડકરના વિચારોને તોડવાની વાત કરી હતી અને નાતજાત અને ધર્મ વચ્ચે ભેદભાવ કરવાની નીતિ અપનાવી અંગ્રેજોને મદદ કરવાનું કાવતરું કર્યું હતું.
જીગ્નેશ મેવાણીનું નિવેદન
મેવાણી એ જણાવ્યું હતું કે, જ્યારે સુભાષચંદ્ર બોજ તેમની આઝાદ હિન્દ ફોજ માં યુવાનોની ભરતી કરતા હતા ત્યારે RSS લોકોને અટકાવી અંગ્રેજોના કેમ્પમાં જોડાવવાનું કહેતી હતી. ભગતસિંહ જેવા લોકો દેશ માટે બલિદાન આપી રહ્યા હતા ત્યારે RSS દેશ સાથે ગદ્દારી કરી રહ્યા હોવાના આક્ષેપો કર્યા હતા. આગામી સમયમાં બનાસકાંઠાના ગામેગામ અને સમગ્ર ગુજરાતમાં ફરી કોંગ્રેસને મજબુત કરી સત્તા અપાવવામાં પોતાનો ફાળો રહેશે.
બી.કે. ગઢવી સંકુલમાં અભિવાદન સમારોહ યોજાયો
વિધાનસભા 2022 ની ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસને મજબુત કરવા માટે કોંગ્રેસનું મોવડી મંડળ કામે લાગ્યું છે. જે અંતર્ગત વડગામથી અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને કોંગ્રેસમાં સામેલ કરવામાં આવ્યા છે. મેવાણીનો આજે પાલનપુરના બી.કે ગઢવી સંકુલમાં બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમા પ્રદેશથી લઈ જીલ્લાના કોંગ્રેસ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
હાર્દિક પટેલનું નિવેદન
હાર્દિકે પણ ભાજપના પ્રદેશ પ્રમુખ સામે વળતો જવાબ આપત કહ્યું કે, ભાજપ લોકોને ગુમરાહ કરી રહી છે. તેમજ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ બનાસકાંઠાની તમામ 9 સીટો જીતશે અને ગુજરાતમાં 125 સીટો સાથે કોંગ્રેસ સતા ઉપર આવશે તેવી આશા વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો : સુપરસ્ટાર રજનીકાંતને દાદા સાહેબ ફાળકે એવોર્ડ, જાણો અન્ય કયા કયા કલાકારોને મળ્યા એવોર્ડ
આ પણ વાંચો : સાંજ સુધીમાં ગુજરાત કોંગ્રેસને મળી શકે છે નવા પ્રમુખ, આવતીકાલે સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં તમામ પ્રદેશ પ્રમુખોની બેઠક