ETV Bharat / state

Vadgam Farmers Movement : શું તંત્ર બહેરુ છે ? 25 વર્ષથી વડગામના ખેડૂતોના પ્રશ્ન હલ નથી થયા - Water problem in Gujarat

વડગામના તળાવ અને મુક્તેશ્વર ડેમમાં પાણી ભરવાની માંગને લઈને કિસાન સંઘના નેજા (Vadgam Farmers Movement Water) હેઠળ હજારો ખેડૂતોએ પાલનપુરમાં રેલી યોજીને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. કરમાવાદ તળાવમાં પાણી ભરવાની માંગ (Vadgam Farmers Movement) છે અને આ માંગણી ન સંતોષાતા આખરે ખેડૂતો જળ આંદોલનના (Vadgam Farmers Movement Water) માર્ગે પહોંચ્યા હતા.

Vadgam Farmers Movement : શું તંત્ર બહેરુ છે ? 25 વર્ષથી વડગામના ખેડૂતોના પ્રશ્ન હલ નથી થયા

author img

By

Published : May 28, 2022, 10:32 AM IST

બનાસકાંઠા : વડગામ તાલુકાના કર્માવાદ તળાવ તેમજ મુક્તેશ્વર ડેમમાં પાણી ભરવાની માંગને લઈને કિસાન સંઘના નેજા (Vadgam Kisan Sangh) હેઠળ 25 હજાર જેટલા ખેડૂતોએ પાલનપુરમાં રેલી યોજીને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. કરમાવદ તળાવમાં પાણી ભરવાની માંગ છે અને આ માંગણી ન સંતોષાતા આખરે ખેડૂતો જળ આંદોલનના (Farmers water movement) માર્ગે પહોંચ્યા હતા. હજારો ખેડૂતોએ પાલનપુર શહેરમાં મહારેલી યોજીને કલેકટરને તળાવ ભરવા માટે રજૂઆત કરી હતી.

વડગામના તળાવ હજારો ખેડૂતોનું આંદોલન

પાણી ભરવાની ખેડૂતોની માંગ - છેલ્લા 25 વર્ષથી કરમાવાદ તળાવ તેમજ મુક્તેશ્વર ડેમમાં પાણી ભરવાની ખેડૂતોની માંગ હતી. જોકે આ માંગ ના સંતોષાતા ખેડૂતોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. પાલનપુર અને વડગામ તાલુકામાં પાણીની સમસ્યા વિકટ છે, ત્યારે પાલનપુર અને વડગામ તાલુકામાં સિંચાઈના પાણીનો લાભ મળી રહે એ હેતુથી છેલ્લા 25 વર્ષથી વડગામ તાલુકાનું કરમાવાદ તળાવ ભરવાની માંગ છે. એક માસ અગાઉ કરમાવાદ તળાવમાં કળશ પૂજન કરી અને ખેડૂતોએ જળ આંદોલનના મંડાણ કર્યા હતા. જોકે છેલ્લા એક માસથી વડગામ અને પાલનપુર તાલુકાના 125 ગામડાઓમાં રાત્રી સમર્થન સભાઓ યોજી અને ખેડૂતોને રેલીમાં જોડાવા માટે આહવાન કરાયું હતું, ત્યારે આજે 125 ગામના 25 હજાર જેટલા ખેડૂતોએ ટ્રેક્ટર રેલી સ્વરૂપે પાલનપુર પહોંચી અને પાલનપુર આદર્શ હાઇસ્કુલથી કલેકટર કચેરી સુધી બે કિલો મીટરની પદયાત્રા કરી અને મહારેલી યોજી હતી. કલેકટરને આવેદનપત્ર પાઠવીને (Farmers Rally in Palanpur) રજૂઆત કરી હતી કે સરકાર કરમાવાદ તળાવમાં પાણી ભરી આપે.

આ પણ વાંચો: ખાડામાં રસ્તો કે રસ્તામાં ખાડો : બહેરા તંત્ર સામે પ્રજા પોકારે ત્રાહિમામ, ગંભીર રીતે સર્જાય રહ્યા છે અકસ્માત

તળાવ કરવા કલેકટરને આવેદનપત્ર - હજારો ખેડૂતોએ કરમાવાદ તળાવ ભરવાની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને રજુઆત કરી હતી. જોકે, કલેક્ટરે પણ ખેડૂતોને બાંહેધરી આપી હતી અને કરમાવદ તળાવમાં પાણી ભરાય તે માટે તમામ પ્રયત્નોની ખાતરી પણ આપી હતી. કરમાવાદ તળાવમાં પાણી ભરવા માટે ફોરેસ્ટ વિભાગ (Water problem in Gujarat) અને તાંત્રિક મંજુરી પણ જરૂર પડતી હોય છે ત્યારે ખેડૂતોની માંગણી કલેકટર સરકાર સુધી પહોંચાડશે અને ખેડૂતોના હિતમાં નિર્ણય આવે તેવા પ્રયત્નો કરશે.

આ પણ વાંચો : પાણીની સમસ્યા બાદ શહેરમાં ગટરના ઢાંકણા તૂટેલા હોવાની ફરિયાદો ઉઠી

25 વસ્તી તળાવ ભરવા ખેડૂતોની માંગ- છેલ્લા એક માસથી જલ આંદોલન માટે ખેડૂતો ગામેગામ સભાઓ યોજી ખેડૂતોને જાગૃત કર્યા હતા. જેમાં આજે જલ આંદોલનમાં ખેડૂત મહેરામણ ઉમટી પડ્યું હતું. આજે અંદાજે 25 હજાર જેટલા ખેડૂતોએ મહારેલીમાં જોડાઇ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું છે. જોકે આ બાબતે જિલ્લા કલેકટરે પણ ખેડૂતોના પાણીના પ્રશ્નને લઇ સરકાર સુધી રજૂઆત પહોંચાડી તમામ પ્રયત્નોની ખાતરી આપી હતી. ત્યારે છેલ્લા 25 વર્ષથી તળાવ ભરવાની માંગ છે અને આ માંગણી ન સંતોષાતા ખેડૂતો જલ આંદોલનના માર્ગે વળ્યા છે અને હવે જોવાનું એ રહ્યું કે કરમાવાદ તળાવ ભરવા માટે (Vadgam Farmers Rally) સરકાર તરફથી કયા પગલાં લેવાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.