ETV Bharat / state

કોરોના વાઇરસની મહામારી વચ્ચે દિયોદરમાં મહિલા કમ્યુનિટી હેલ્થ ઓફિસરની અનોખી સેવા - Corona virus

ગુજરાત રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસની પરિસ્થિતિ વચ્ચે મહિલા કમ્યુનિટી હેલ્થ ઓફિસર્સ રમઝાન મહિનો ચાલતો હોવા છતાં કોવિડ -19 હોસ્પિટલમાં પોતાની ફરજ નિષ્ઠા પૂર્વક નિભાવી રહી છે.

health
કોરોના વાઇરસની મહામારી વચ્ચે દિયોદરમાં મહિલા કમિનિટી હેલ્થ ઓફિસરની અનોખી સેવા
author img

By

Published : May 8, 2021, 12:03 PM IST

  • બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસની મહામારીમાં ડોક્ટરોની અનોખી સેવા
  • કોરોના મહામારી દિયોદરમાં મહિલા કમ્યુનિટી હેલ્થ ઓફિસરની અનોખી સેવા
  • બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસની મહામારી વચ્ચે એકતાનું પ્રતીક

બનાસકાંઠા: હાલમાં સમગ્ર ભારતભરમાં કોરોના વાયરસની બીજી લહેર અતિ ભયંકર સાબિત થઈ રહી છે.જે પ્રમાણે કોરોના વાયરસના બીજા રાઉન્ડમાં કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તેને લઈ ભારતભરની પરિસ્થિતિ હાલમાં બેકાબૂ બની છે તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે સતત વધતા જતા કોરોના દર્દીઓના કારણે ડોક્ટરો પણ છેલ્લા 2 મહિનાથી દર્દીઓને બચાવવા માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે.

જિલ્લામાં પરિસ્થતિ ખરાબ

બનાસકાંઠા જિલ્લામાં પણ સતત વધતા જતા કોરોનાવાઇરસના કેસના કારણે હાલમાં તમામ હોસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ રહી છે જેના કારણે જ્યાં પણ જગ્યા મળી રહી છે ત્યાં કોરોના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. હાલમાં બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં પણ પરિસ્થિતિ બેકાબૂ બની છે. આવા સમયે ગ્રામીણ વિસ્તારમાં ડોક્ટરો પોતાના પરિવારની ચિંતા કર્યા વગર રાત દિવસ કોરોના દર્દીઓને સારવાર આપી રહ્યા છે. છેલ્લા બે મહિનાથી એવા અનેક ડોક્ટરો છે કે જેઓ તેમના પરિવાર શું કરી રહે છે અને કેવી પરિસ્થિતિમાં છે એ પણ જાણી શક્યા નથી.

કોરોના મહામારી દિયોદરમાં મહિલા કમ્યુનિટી હેલ્થ ઓફિસરની અનોખી સેવા

દિયોદર ખાતે રહેતી ફરહીન સાચોરા વર્તમાન સમય કોટડા ગામે કમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે સેવા આપે છે. હાલમાં બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસનું સંક્રમણ વધતા દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે કોવિડ 19 કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.જ્યાં કમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે સેવા આપતા ફરહીન સાચોરાને દિયોદર કોવિડ કેર સેન્ટરમાં ફરજ પર મુકવામાં આવ્યા છે. વર્તમાન સમય મુસ્લિમ ધર્મમાં રમઝાન મહિનો ચાલી રહો છે જેમાં ફરહીન સાચોરા પણ રોઝા રાખી એક પોતાનો ધર્મ નિભાવી રહ્યા છે અને સાથે કોવિડ 19 કેર હોસ્પિટલમાં પોતાની સેવા પણ આપી રહ્યા છે.

પવિત્ર રમઝાનમાં માનવતાની સેવા

રમજાન માસમાં આમ તો મુસ્લિમ ધર્મના લોકો પોતાના પરિવાર સાથે આ મહિનામાં રમજાન માસની ઉજવણી કરે છે, પરંતુ દિયોદર ખાતે કોરોના વાયરસની મહામારીમાં કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતા ફરહીન સાચોરાનું કહેવું છે કે આવી પરિસ્થિતિમાં માનવતા એજ મોટો ધર્મ છે મારી સેવા હું નિભાવુ છું અને મેં રોઝા પણ રાખ્યા છે, હું અલ્લાહને દુવા કરું છું....કે આવી પરિસ્થિતિ માં દરેક લોકોની રક્ષા કરે. બનાસકાંઠા જિલ્લામાં એવા અનેક ડોક્ટરો છે કે જેઓ આજે પણ પોતાના ધર્મ અને પરિવાર છોડી કોરોના દર્દીઓને સારવાર આપી રહ્યા છે. ત્યારે હાલમાં ચાલી રહેલા મુસ્લિમ ધર્મનો સૌથી પ્રિય મહિનો રમજાન માસ ચાલી રહ્યો છે ત્યારે આવા સમયે બનાસકાંઠા જિલ્લામાં મુસ્લિમ ધર્મના એવા અનેક ડોક્ટરો છે કે જેઓ હાલમાં પોતાનો ધર્મ છોડી અને તમામ ધર્મના કોરોના દર્દીઓની સારવાર આપી રહ્યા છે.

કોરોના વાઇરસની મહામારી વચ્ચે દિયોદરમાં મહિલા કમિનિટી હેલ્થ ઓફિસરની અનોખી સેવા

આ પણ વાંચો : કોરોના દર્દીઓની સારવાર માટે આપવામાં આવી રહી છે મ્યુઝિક થેરાપી

બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસની મહામારી વચ્ચે એકતાનું પ્રતીક

હાલમાં જે પ્રમાણે કોરોનાવાઇરસની મહામારી ચાલી રહી છે તેવા સમયે અત્યાર સુધી અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે પરંતુ એવા અનેક લોકો છે જેમને ડોક્ટરો દ્વારા મળેલી સમયસર સારવાર માટે ડૉક્ટરોનો આભાર માની રહ્યા છે. આવી પરિસ્થિતિમાં લોકોની મદદ કરવી તે આપણી માનવતા છે ભલે કોઈ પણ દર્દી મુસ્લિમ હોય કે હિન્દૂ આજે પણ ગુજરાતમાં હિન્દૂ મુસ્લિમ એકતાનું પ્રતીક ગણાય છે ત્યારે આ મુસ્લિમ મહિલા પણ એકતાનું પ્રતીક છે જે રોઝા રાખી અલ્લાહને દુવા પણ કરે છે અને ગરીબ દર્દી ની સેવા પણ.ત્યારે દિયોદર ખાતે સેવા આપતા મહિલા હાલમાં એકતા નું પ્રતીક છે .અહીં તે પોતાની ફરજ પણ નિભાવે છે અને રમજામ મહિના માં રોઝા પણ કરે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.