ETV Bharat / state

ગુજરાતનું એવું ગામ, જ્યાં સુધારવાદીઓએ યુવતીઓને દેહવેપારના ચંગુલમાંથી બચાવી... - service

બનાસકાંઠા: થરાદ પાસે આવેલું ગામ વાડિયામાં 12 વર્ષ અગાઉ અહીના લોકો પોતાની દીકરીઓને દેહ વ્યાપારમાં ધકેલી દેતા હતા. જિલ્લાના એક ગામમાં સામાજિક સંસ્થાઓના એક સારા પ્રયાસથી દેહ વ્યાપારમાં ધકેલાતી યુવતીઓ હવે લગ્નના માંડવે પોતાના નવ જીવનની શરૂઆત કરી રહી છે.

વાડિયા ગામમાં લોકો માટે મસિહા બનતા સામાજીક કાર્યકરો
author img

By

Published : May 17, 2019, 9:12 AM IST

થરાદથી 10 કિલોમીટર દૂર આવેલા વાડિયા ગામ એટલે દેહવેપારની નગરી તરીકે ઓળખાતી. જો કે, આ ગામ વિચારતા સમુદાય સમર્થન મંચ નામની સંસ્થાના ધ્યાનમાં આવ્યું ત્યારે તેના સંચાલકોએ આ ગામમાં બદલાવની શરૂઆત કરી અને ત્યાંથી શરૂ થઈ આ ગામના મહિલાઓના નવ જીવનની, વિચારતા સમુદાય સમર્થન મંચે સામાજિક અને આર્થિક પછાત લોકોના વિકાસ માટે કામ કરે છે.

વાડિયા ગામમાં લોકો માટે મસિહા બનતા સામાજીક કાર્યકરો

આ સંસ્થાના સંચાલકોને જ્યારે આ ગામની માહિતી મળી ત્યારે તેઓએ આ ગામમાં પરિવર્તન લાવવાનું નક્કી કરી લીધું હતું. છેલ્લા 12 વર્ષથી આ ગામમાં આ સંસ્થાના લોકો દેહવ્યાપરમાં કામ કરતી મહિલાઓ અને યુવતીઓને નર્કમાંથી બહાર લઇ આવવાનો પ્રયાસ કરી રહ્યા છે. એક સમયે 90 % ગામના લોકો દેહવ્યાપાર સાથે સંકળાયેલા હતા. જ્યારે આ સંસ્થાના પ્રયાસથી આજે લગભગ આ ગામમાંથી આ બધું દૂર થઈ ગયું છે. આ સંસ્થાથી અત્યાર સુધીમાં 50થી પણ વધુ યુવતીઓના લગ્ન કરવામાં આવ્યા છે. મહત્વની વાત એ છે કે, આ સંસ્થા માત્ર આ ગામમાં દેહ વ્યાપારમાં સંકળાયેલી યુવતીઓના લગ્ન નથી કરાવતું, પરંતુ તેઓને તમામ કરિયાવરની ચીજવસ્તુઓ અને સાથે જ તેઓનું જીવન નિર્વાહ ચાલી શકે તે માટે પશુઓ પણ આપવામાં આવે છે.

લોકેશન... થરાદ.બનાસકાંઠા
રીપોર્ટર.. રોહિત ઠાકોર
તા. 16 05 2019

સ્લગ........વાડીયા ગામેં લગન

એન્કર......સમગ્ર દેશમાં દેહ વ્યાપાર માટે જાણીતું ગામ હોવી તેની ઓળખ બદલી રહ્યું છે અને સામાજિક સંસ્થા ના પ્રયાસ થી દેહ વ્યાપાર માં ધકેલાતી યુવતીઓ હોવી લગ્ન ન મંડાવે પોતાના નવ જીવનની શરૂઆત કરે છે .......

વી ઓ ......બનાસકાંઠા માં થરાદ પાસે આવેલું ગામ વાડિયા, એટલે જગ વિખ્યાત , 12 વર્ષ અગાઉ અહીં લોકો માત્ર પોતાની શારિરીક ભૂખ સંતોષવા જ આવતા હતા અને અહીંના લોકો પણ પોતાની દીકરી ઓને દેહ વ્યાપાર માં ધકેલી દેતા હતા પરંતુ, એક સંસ્થા આવી જેને આ વાડિયા ગામની પરિસ્થિતિ ની પરિભાસા જ બદલી નાખી , થરાદ થી દસ કિલોમીટર દૂર આવેલ વાડિયા ગામ એટલે દેહવેપાર ની નગરી .....જોકે જ્યારે આ ગામ વિચારતા સમુદાય સમર્થન મંચ નામની સંસ્થાના ધ્યાનમાં આવ્યું ત્યારે તેના સંચાલકોએ આ ગામમાં બદલાવની શરૂઆત કરી અને ત્યાંથી શરૂ થઈ આ ગામના મહિલાઓના નવ જીવનની , વિચારતા સમુદાય સમર્થન મંચ એ સામાજિક અને આર્થિક પછાત લોકોના વિકાસ માટે કામ કરે છે જેના સંચાલક મિતલ બેન પટેલ અને શારદાબેનને જ્યારે આ ગામની ની ખબર પડી ત્યારે તેઓએ આ ગામમાં પરિવર્તન લાવવાની નેમ લીધી ...ત્યારથી એટલે કે છેલ્લા 12 વર્ષથી આ ગામમાં આ સંસ્થાના લોકો દેહવ્યાપર માં કામ કરતી મહિલાઓ અને યુવતીઓ ને નર્કમાંથી બહાર લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે એક સમયે ૯૦ ટકા આ ગામના લોકો દેહવ્યાપાર સાથે સંકળાયેલા હતા જ્યારે આ સંસ્થા ના પ્રયાસ થી આજે લગભગ આ ગામમાંથી આ બધી દૂર થઈ ગઈ છે અને મહિલાઓ અને યુવતીઓ ના સોનેરી દિવસો શરૂ થઈ ગયા છે આ સંસ્થા થકી અત્યાર સુધી 50 થી પણ વધુ યુવતીઓના લગ્ન કરવામાં આવ્યા છે છેલ્લા બે મહિનામાં જ પાંચ યુવતીઓના લગ્ન કરાવી તેમને નવજીવન ની શરૂઆત કરાવી છે મહત્વની વાત એ છે કે આ સંસ્થા માત્ર આ ગામમાં દેહ વ્યાપાર માં સંકળાયેલી યુવતીઓના લગ્ન નથી કરાવતું પરંતુ તેઓને તમામ કરિયાવર ની ચીજવસ્તુઓ અને સાથે જ તેઓનું જીવન નિર્વાહ ચાલી શકે તે માટે પશુઓ પણ આપવામાં આવે છે .......

બાઈટ......મિત્તલ પટેલ ( સામાજિક કાર્યકર )

બાઈટ....શારદાબેન
( સામાજિક કાર્યકર )

બાઈટ....ચંદ્રાબેન
( સ્થાનિક )

વી ઓ ........ભલે સરકાર આ લોકોને કે કાર્યકરો ને મદદ  કરવામાં ઉણી ઉતરતી હોય પરંતુ મિત્તલબેન અને શારદાબેન જેવી મહિલાઓના પ્રયાસોથી જ એક સમયે દેહ વ્યાપાર માટે જાણીતું આ ગામ આજે આજે આ બદી માંથી બહાર આવી ગયું છે અને વિચારતા સમુદાય સમર્થન મંચ ના સહયોગ થી અહીંની યુવતી ઓ લગ્ન ન મંડાવે પોતાના નવા જીવનની શરૂઆત કરી રહી છે જે ખરેખર આ સંસ્થાના કાર્યકરો ને આભારી છે ....

રીપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.