ETV Bharat / state

બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં નર્મદા કેનાલનું પાણી ન મળતા 6 ગામના ખેડૂતોએ આપી આંદોલનની ચીમકી

બનાસકાંઠામાં સરહદી વિસ્તારમાં નર્મદાની કેનાલમાં પાણી ન આવતા 6 ગામના ખેડૂતોએ થાળી વેલન વગાડી તંત્રને જગાડવાનો અનોખો પ્રયાસ કર્યો છે. જો તેમ છતાં નિંદ્રાધીન તંત્ર નહિ જાગે તો પરિવાર સાથે કલેક્ટર કચેરી આગળ ઉપવાસ આંદોલન પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે.

author img

By

Published : Jul 8, 2020, 7:43 PM IST

સરહદી વિસ્તારોમાં નર્મદાની કેનાલનું પાણી ન આવતા 6 ગામના ખેડૂતોએ તંત્રને જગાડવાનો અનોખો પ્રયાસ

બનાસકાંઠાઃ જિલ્લાના સરહદી વિસ્તારમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા કેનાલનું નિર્માણ કરવામાં આવ્યું છે. પરંતુ અનેક ગામોમાં કેનાલ બનાવ્યા બાદ આજ સુધી પાણી આવ્યું નથી. આ વર્ષે વરસાદ ખેંચાતા આ કેનાલમાં પાણી આપવાની માંગ સાથે ખેડૂતોએ અનોખો વિરોધ પ્રદર્શન કર્યો છે.

ખેડૂતોએ થાળી વેલન વગાડી તંત્રને જગાડવાનો અનોખો પ્રયાસ

વાવ, થરાદ અને સુઇગામમાં કેનાલના પાણી આધારિત ખેતી થાય છે. જો કે, આ વર્ષે વરસાદ ખેંચાતા થરાદના સવપુરા વિસ્તારના ખેડૂતો દ્વારા કેનાલમાં પાણી છોડવાની માગ સાથે થરાદ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. પરંતુ તે વાતને 10 દિવસ જેટલો સમય વીતવા છતા વારંવાર મૌખિક અને લેખિત રજૂઆત કરવા છતા પાણી ન છોડતા આજે સવપુરા સહિત 6 ગામના 100 જેટલા ખેડૂતોએ કેનાલ પર ઉભા રહી થાળી વેલન વગાડીને નિંદ્રાધીન તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે. અને કંટાળેલા ખેડૂતોએ ચેતવણી આપી છે કે, કેનાલમાં પાણી આપો નહિતર કલેક્ટર કચેરી આગળ પરિવાર સાથે ઉપવાસ આંદોલન પર બેસી જઈશું.

ખેડૂતો દ્વારા કેનાલમાં પાણી છોડવાની માગ સાથે થરાદ નાયબ કલેકટરને આવેદનપત્ર

એક બાજુ વરસાદ ખેંચાયો છે અને બીજી બાજુ કેનાલમાં પાણી ન આવે તો ચોમાસુ સિઝનમાંથી ખેડૂતોને હાથ ધોવાનો વારો આવે એમ છે, માટે જો પાણી નહિ આપવામાં આવે તો ખેડૂતોની ચોમાસુ સિઝન પણ ફેલ જાય એમ છે. ત્યારે કંટાળેલા ખેડૂતો આજે બુધવારના કેનાલ પર પહોંચી થાળી વેલણ વગાડી વિરોધ દર્શાવ્યો હતો. ચોમાસુ સિઝનમાં નુકસાનમાંથી બચાવવા કેનાલમાં પાણી છોડે તેવી માગ ખેડૂતો કરી રહ્યા છે.
બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં નર્મદાની કેનાલનું પાણી ન આવતા 6 ગામના ખેડૂતોએ તંત્રને જગાડવાનો અનોખો પ્રયાસ

છેલ્લા એક વર્ષમાં બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના ખેડૂતોએ અનેક કુદરતી મુસીબતોનો સામનો કર્યો છે. તીડ, ઈયળોનો ઉપદ્ધવ, દુષ્કાળ હોય કે પછી કમોસમી માવઠું આ વિસ્તારમાં ખેડૂતો વારંવાર નુકસાન સહન કરી ચૂક્યા છે. ત્યારે હવે ચોમાસામાં પણ તંત્રની ધોર બેદરકારીના કારણે આ ખેડૂતોને વધુ એકવાર નુકસાન વેઠવાનો વારો આવે તેમ છે, ત્યારે નર્મદા વિભાગના અધિકારીઓ આ ખેડૂતોની પરિસ્થિતિને ધ્યાને લઇ કેનાલમાં પાણી છોડે તેવી માગ 6 ગામના ખેડૂતો કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.