ETV Bharat / state

ટ્રાફિકમાં અડચણરૂપ વાહનો ડિટેઇન કરતા બે શખ્સોએ પોલીસ પર કર્યો હુમલો

બનાસકાંઠાના સરહદી વિસ્તાર વાવમાં ગુરૂવારના રોજ રસ્તામાં અડચણરૂપ મુકેલા બાઈકનો મેમો આપવા જતાં બાઈક માલિક સહિત બે શખ્સોએ પોલીસ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પોલીસે પણ હુમલાથી બચવા માટે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. જે મામલે વાવ પોલીસે પોલીસ પર હુમલો કરનાર બે શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Banaskantha
Banaskantha
author img

By

Published : Apr 9, 2021, 2:07 PM IST

  • ટ્રાફિકમાં અડચણરૂપ મુકેલ બાઇક મેમો આપતા પોલીસ પર હુમલાનો પ્રયાસ
  • અજાણ્યા બે શખ્સોએ મેમો આપવા મામલે પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કરતા મામલો બીચકયો
  • વાવ પોલીસે બે શખ્સો વિરોધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

બનાસકાંઠા: સરહદી પંથકના વાવમાં ગુરૂવારના રોજ બાઈકનો મેમો આપવા જતાં બે શખ્સોએ પોલીસ પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં વાવ પોલીસ બપોરના સમયે કોરોના મહામારી અંતર્ગત માસ્ક વગર ફરતા લોકો તેમજ ટ્રાફિકને અડચણરૂપ મુકેલા વાહનચાલકો સામે કાર્યવાહી કરી રહી હતી. તે સમયે જૂના બસ સ્ટેન્ડ પાસે પણ અજાણ્યા શખ્સે અડચણરૂપ બાઈક મૂકી દેતા પોલીસે તેને મેમો આપ્યો હતો.

આ પણ વાંચો: ભૂંડની ચોરી મામલે ઝઘડો થતા પિતા અને પુત્ર સહિત 3 સામે ફરિયાદ નોંધાઇ

ટ્રાફિકમાં અડચણરૂપ મુકેલ બાઇક મેમો આપતા પોલીસ પર હુમલાનો પ્રયાસ

તે સમયે પોલીસ સાથેની રકઝક બાદ ઉશ્કેરાયેલા બાઈક માલિક સહિત બે શખ્સોએ પોલીસ પર જ ધોકા વડે હુમલો કર્યો હતો. જવાબમાં પોલીસે પણ હુમલાથી બચવા માટે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. બનાવને પગલે આજુબાજુના લોકોના ટોળા એકઠા થઈ જતાં ભારે હંગામો સર્જાયો હતો.

ટ્રાફિકમાં અડચણરૂપ વાહનો ડિટેઇન કરતા બે શખ્સોએ પોલીસ પર કર્યો હુમલો
ટ્રાફિકમાં અડચણરૂપ વાહનો ડિટેઇન કરતા બે શખ્સોએ પોલીસ પર કર્યો હુમલો

સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરસ

આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ લોકોએ ઉતારીને સોશિયલ મીડિયામાં ફરતો કરી લીધો હતો. જે વીડિયોમાં અજાણ્યો શખ્સ પોલીસ પર ધોકા વડે હુમલો કરવા જતો હોવાનું પણ સ્પષ્ટ દેખાઈ આવે છે. જો કે, આ ઘટના બાદ બંને શખ્સો ત્યાંથી નાસી ગયા હતા. જ્યારે વાવ પોલીસે પોલીસ પર હુમલો કરનાર બંને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં મહિલા પર હુમલો, પોલીસે તપાસ હાથ ધરી

વાવ પોલીસે બે શખ્સો વિરોધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

બનાસકાંઠાના સરહદી વાવની બજારમાં દેના બેન્કની સામે પોલીસ અને ઈસમો વચ્ચે થયેલ ઝપાઝપીને લઈને વાવ પોલીસે બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે, ફરિયાદ મુજબ વાવ પોલીસ પેટ્રોલિંગમાં હોઈ બજારમાં આવતા વાવ દેના બેન્કની સામે અડચણ રૂપ બાઇક પડેલું જોઈ ટ્રાફિક પોલીસ દ્વારા કોનું બાઇક છે એવી તપાસ કરતા ખીમાણાવાસના સવદાસભાઈનું હોવાનું જાણવા મળ્યું હતું. વાવ પોલીસે બન્ને શખ્સોને પકડી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા. જયારે Dysp પૂજા યાદવ સહિત પોલીસ કાફલો વાવ પોલીસ મથકે દોડી આવ્યો હતો અને બન્ને શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.