- બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતની સંખ્યામાં વધારો
- વડગામના જલોત્રા પાસે સર્જાયો ત્રિપલ અકસ્માત
- ત્રિપલ અકસ્માતમાં 2ના મોત નીપજ્યા, 3 ઇજાગ્રસ્ત
બનાસકાંઠા: જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવો જાણે નજીવા બની ગયા હોય તેમ એક બાદ એક અકસ્માતોની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. કોરોના વાઇરસની મહામારીમાં અત્યાર સુધી અનેક લોકો મોતને ભેટ્યા છે. ત્યારે, કોરોના મહામારી ઓછી થઈ છે ત્યારે, બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવો ચિંતાજનક હદે વધી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી અનેક નાના-મોટા અકસ્માતો સર્જાયા છે. જેમાં, અનેક લોકોએ જિંદગી ગુમાવી છે. તો અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયા છે.
આ પણ વાંચો: Accident: દહેગામ એસટી ચોક પાસે ટ્રકે બાઇકને અડફેટે લેતા વૃદ્ધાનું ઘટનાસ્થળે જ મોત
વડગામ પાસે સર્જાયો ત્રિપલ અકસ્માત
વડગામના જલોત્રાથી દાંતા વચ્ચે વધુ એક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જલોત્રા પાસે હાઈવે રોડ પર સામસામે 3 વાહનો આવી જતા ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત સર્જાતાની સાથે જ આજુબાજુના લોકો આવી પહોંચ્યા હતા અને અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક ધોરણે બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. આ અકસ્માતમાં ઘટનાસ્થળે 2 લોકોના કરૂણ મોત નિપજ્યા હતા. જ્યારે 3 લોકોને નાની-મોટી ઈજાઓ થતા તાત્કાલિક ધોરણે 108 એમ્બ્યુલન્સ મારફતે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: ખેડામાં ખાનગી બસે ધડાકાભેર ટક્કર મારતા કારનો કચ્ચરઘાણ, 2નો બચાવ