- ગેરેજમાં પડેલી ટ્રકમાં આગ લાગતાં દોડધામ
- બનાસકાંઠાના થરાદ વિસ્તારનો બનાવ
બનાસકાંઠા: થરાદમાં મોડી રાત્રે ગેરેજમાં પાર્ક કરેલી ટ્રકમાં ઓચિંતા આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ટ્રક તુલસી હોટલ પાસે આવેલા એક ગેરેજમાં પાર્ક કરેલી હતી. મોડી રાત્રે આ ટ્રકમાં આકસ્મિક આગ લાગતાં અફરાતફરી મચી હતી. આ બનાવને પગલે આજુબાજુના લોકો અને ગેરેજ માલિક દોડી આવ્યા હતા.
ફાયર ફાઈટરની ટીમે આગ પર કાબુ મેળવ્યો
આગ અંગેની જાણ કરતાં જ થરાદ ફાયર ફાયર ફાઈટરની ટીમ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો. ત્રણથી ચાર કલાકની ભારે જહેમત બાદ ફાયર ફાઈટરની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં ટ્રક સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી.
મોટી જાનહાની ટળી
બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં આગ લાગવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા દસ દિવસની અંદર બનાસકાંઠા જિલ્લામાં વાહનોમાં અને ગોડાઉનમાં આગ લાગવાની આ આઠમી ઘટના બની છે..