- બનાસકાંઠા જિલ્લાનું દાંતા તાલુકો મહત્તમ આદિવાસી વિસ્તાર
- છેલ્લા કેટલાય વર્ષોથી પહોંચતો ન હતો વીજ પુરવઠો
- બાળકોને અભ્યાસમાં પણ પડતી મુશ્કેલી
બનાસકાંઠા : જિલ્લાનું દાંતા તાલુકો મહત્તમ આદિવાસી વિસ્તાર છે. જ્યાં આદિવાસી લોકો સમૂહમા નહીં, પણ છુટા છવાયા ડુંગરાળ વિસ્તારમાં રહેતા હોય છે. જેમાં અંબાજીનો એક વિસ્તાર બીલીવાસ વિસ્તાર એવો છે. જ્યાં આદિવાસી લોકો કાચા પાકા મકાનો બનાવી છુટા છવાયા વિસ્તારમાં વસવાટ કરે છે. જ્યાં છેલ્લા કેટલાય વર્ષોથી વીજ પુરવઠો પહોંચતો ન હતો.
આદિવાસી લોકોમાં ખુશી ની લાગણી પ્રવર્તી
આદિવાસી લોકોને રાત્રી દરમિયાન જંગલી જાનવરોના ભય સાથે જિંદગી વિતાવવી પડતી હતી. તેમના બાળકોને અભ્યાસમાં પણ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ત્યાં હવે સરકારની કુટીર જયોત યોજના થકી અજવાળા પથરાય છે. જેને લઈ અંતરિયાળ વિસ્તારમાં વસતા આદિવાસી લોકોમાં ખુશીની લાગણી પ્રવર્તી રહી છે
સરકારની કુટીર જયોત યોજના થકી અજવાળા પથરાયા
દાંતા તાલુકામાં આવા 186 જેટલા ગામડાઓ આદિવાસી વિસ્તારના આવેલા છે. મોટાભાગના તમામ રહેણાંકો અંતરિયાળ વિસ્તારમાં હોવાથી જંગલ વિભાગની મંજૂરી ન હોવાથી વીજળી તેમના સુધી વીજળી પહોચી શકી ન હતી. પણ હવે સરકારની યોજના આદિવાસી લોકો સુધા પહોચાડવા ખાસ કિસ્સામાં મંજૂરી અપાતા આદિવાસીના ઘર આંગણે વીજળી પહોંચતા આદિવાસી લોકોને કુટીર જ્યોત યોજના થકી વીજળી મળી શકી છે.