ETV Bharat / state

ડીસાના જેનાલ ગામે કોન્ટ્રાક્ટરની મિલીભગતથી શૌચાલયનું કૌભાંડ સામે આવ્યું - toilet scam

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલા જેનાલ ગામે શૌચાલય બનાવવામાં કોન્ટ્રાક્ટરે મોટી ગેરરીતિ આચરી હોવાનું બહાર આવ્યું છે. જો કે, આ મામલે સ્થાનિક ગ્રામજનોએ વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ હજૂ સુધી કોઇ જ કાર્યવાહી ન થતા તંત્ર સામે અરજદારો રોષે ભરાયા છે.

શૌચાલય કૌભાંડ
શૌચાલય કૌભાંડ
author img

By

Published : Jun 20, 2020, 10:27 PM IST

બનાસકાંઠાઃ સરકારે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઘેર ઘેર શૌચાલય બનાવવાનું આયોજન કર્યું હતું. તે પ્રમાણે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપી બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં ઘરે ઘરે શૌચાલય બનાવી દીધા છે. બનાસકાંઠા જિલ્લામાં ડીસા તાલુકો પણ સંપૂર્ણ શૌચાલય યુક્ત બની ગયો છે પરંતુ અનેક જગ્યાએ આજે પણ શૌચાલયમાં ગેરરીતિઓ થઇ હોવાનું બહાર આવી રહ્યું છે.

શૌચાલય કૌભાંડ
શૌચાલય કૌભાંડ

ડીસા તાલુકાના જેનાલ ગામમાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા એક વર્ષ અગાઉ ૨૦૦ શૌચાલય બનાવવામાં આવ્યા હતા. સ્થાનિક અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી શૌચાલયમાં ભારે ગેરરીતિ આચરી હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. સ્થાનિક ગ્રામજનોનું માનીએ તો આ ગામમાં બનાવવામાં આવેલા શૌચાલયો મોટાભાગના તકલાદી અને હલકી ગુણવત્તાવાળા બનાવ્યા છે. જેના કારણે એક પણ શૌચાલયનો ઉપયોગ થઈ શકતો નથી અને સરકારે આપેલા નાણા વ્યર્થ ગયા છે.

શૌચાલય કૌભાંડ
શૌચ કરવા માટે બહાર જવું પડે છે

મોટાભાગના શૌચાલયોમાં માત્ર એક કૂવો અને તે પણ બે ફૂટ જેટલો બનાવ્યો છે, કેટલાક શૌચાલયોને પતરા નથી નાખ્યા તો કેટલાકના કૂવા જ બનાવ્યા નથી, વળી લાભાર્થીઓ કોન્ટ્રાક્ટરને રજૂઆત કરવામાં આવે તો દરેક જગ્યાએ આવા જ શૌચાલય બનાવ્યા હોવાનું જણાવી ભોળા ગ્રામજનોને સમજાવી દેવામાં આવે છે.

શૌચાલય કૌભાંડ
કુવા જ બનાવ્યા નથી

સરકાર એક તરફ ગ્રામીણ વિસ્તારની મહિલા શૌચાયલ કરવા બહાર ન જાય તે માટે દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ શૌચાલય બનાવવા માટે ફાળવે છે પરંતુ જેનાલ ગામમાં શૌચાલય સારા ન બનાવી આપ્યા હોવાના કારણે મહિલાઓને શૌચ કરવા માટે બહાર જવું પડે છે, તે પણ કબૂલ્યું હતું.

જેનાલ ગામમાં એક-બે નહીં પરંતુ ૨૦૦ શૌચાલય બનાવવામાં આવ્યા છે. જે દરેકની સ્થિતિ આવી જ છે. જેના કારણે એક પણ શૌચાલયનો ઉપયોગ ગ્રામજનો કરતા નથી. આ સમગ્ર કૌભાંડ મામલે લાભાર્થીઓએ વારંવાર રજૂઆત પણ કરી છે. તેમ છતાં પણ હજૂ સુધી આ મામલે કોઇ જ કાર્યવાહી ન થતાં હવે ગ્રામજનો કંટાળ્યા છે. જો કે, બીજી તરફ ડીસા તાલુકા વિકાસ અધિકારી અને આ મામલે કોઇ જ ફરિયાદ ન મળી હોવાનું જણાવી રહ્યા છે.

શૌચાલય કૌભાંડ સામે આવ્યું

શૌચાલય કૌભાંડ મામલે લાભાર્થીઓએ તાલુકા વિકાસ અધિકારીથી લઇ જિલ્લા વિકાસ અધિકારી સુધી અનેક લેખિત ફરિયાદ કરી છે પરંતુ હજૂ સુધી કોઈ જ તપાસ થઈ નથી અને હવે ઊલટાનું અધિકારીઓને કોઈ જ ફરિયાદ મળી નથી તેમ જણાવી રહ્યા છે.

આ અગાઉ પણ શૌચાલય કૌભાંડમાં ડીસા તાલુકા વિકાસ અધિકારી સહિત 18 લોકો સામે ફરિયાદ નોંધાઇ હતી. ત્યારે જો અધિકારીઓ AC ચેમ્બરમાંથી બહાર નીકળી જેનાલ ગામમાં તપાસ કરે, તો અગાઉની જેમ ફરી એક વાર મોટું શૌચાલય કૌભાંડ બહાર આવી શકે તેમ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.