આજે સમગ્ર વિશ્વમાં મોટાભાગના લોકો વ્યસનોનો ભોગ બની રહ્યા છે ત્યારે સોમવારના રોજ ડીસાના આરોગ્ય વિભાગ દ્વારા ૨૪ જુનને લઈ વર્લ્ડ નો ટોબેકો દિવસની ઉજવણી અંતર્ગત લોકોમાં વ્યસનમુક્ત બનાવવા માટે જનજાગૃતિ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ડીસા તાલુકાના લોકો વધુમાં વધુ વ્યસનોથી દુર થાય તે માટે લોકોને જાગૃત કરવા માટે ખાસ આશાવર્કરોને અપીલ કરવામાં આવી હતી. ડીસાના ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યાની ખાસ ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પંચાયત રાજ્યના તમામ સભ્યો હજાર રહ્યા હતા અને તેમને ડીસાના હેલ્થ ઓફિસર ડો.જિગ્નેશ હરિયાણીએ વ્યસનમુક્ત બનવા માટે અપીલ કરી હતી.