ETV Bharat / state

બનાસકાંઠાના ઠાકોર સમાજે કહી દીધુ 'RIP-ટિક ટોક' ! - સોશિયલ મીડિયા

બનાસકાંઠામાં ઠાકોર સમાજની રવિવારે એક મિટિંગ યોજાઈ હતી. મિટિંગના કેન્દ્રમાં હતું ટિક..ટોક સોશિયલ એપ્લિકેશન. સમાજના વડીલોનું માનવું છે કે, ટિક..ટોકના કારણે તેમના સમાજના યુવાનોની જીંદગી બગડી રહી છે. આ મિટિંગમાં ઠાકોર સમાજનો એક પણ વ્યકિત આજ પછી ટિક ટોક નહીં વાપરે તેવું ઠરાવી તેના પર પ્રતિબંધ મુક્યો છે.

a
બનાસકાંઠાના ઠાકોર સમાજે કહી દીધુ 'RIP-ટિક ટોક' !
author img

By

Published : Mar 2, 2020, 8:06 PM IST

Updated : Mar 2, 2020, 10:22 PM IST

બનાસકાંઠાઃ ટિક ટોક પાછળ દુનિયા આખી ઘેલી થઈ છે. પરંતુ બનાસકાંઠાના લાખણી તાલુકાના ઠાકોર સમાજે ટિક ટોક સામે જંગ છેડી છે. ઠાકોર સમાજે રવિવારે મિટિંગ યોજી આ મિટિંગમાં ટિક ટોક પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવાયો. કારણે કે, આ એપ્લિકેશન પાછળ યુવાનો અને વૃદ્વો તેમનો સમય બરબાદ કરી રહ્યાં છે. તેની માઠી અસર તેમના જીવનધોરણ પર પડી રહી છે.

દેશમાં આજે યુવાધન કંઈક ને કંઈક રીતે વિવિધ એપ્લિકેશન દ્વારા વીડિયો બનાવી અપલોડ કરે છે. ટિક ટોક અને પબજી જેવી ગેમના અતિ ઉપયોગથી યુવાધન બગડી રહ્યું છે. ટિક ટોક બનાવતી વખતે અત્યાર સુધી અનેક લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે . ટિક ટોકમાં છવાઈ જવા માટે યુવાનો કે વૃદ્વ લોકો કોઈ પણ જગ્યાએ વીડિયો બનાવવા મંડી પડે છે. ટિક ટોકની આવી ઘેલછાના કારણે દિવસે ને દિવસે ભારતીય સંસ્કૃતિ ભુલાઈ રહી છે.

બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજ દ્વારા યુવાનો આવા ટિક ટોકથી દુર રહે તે માટે નવી પહેલ કરાઈ છે. લાખણી તાલુકામાં ઠાકોર સમાજે ટિક ટોક પર પ્રતિબંધ મુક્યો છે. લોકો ટિક ટોક અને ફેસબુકનો સૌથી વધુ ઉપયોગ કરે છે. સોશિયલ મીડિયાના માધ્યમથી દીકરીઓની તસવીરોનો દુરપયોગ થઈ રહ્યો છે. જેની સમાજ પર ખરાબ અસર પડી રહી છે.

બનાસકાંઠાના ઠાકોર સમાજે કહી દીધુ 'RIP-ટિક ટોક' !

આ વાત ગંભીરતાથી લઈ રવિવારે લાખણી ઠાકોર સમાજ દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મિટિંગમાં એવો નિર્ણય લેવાયો હતો કે ઠાકોર સમાજના લોકો ટિક ટોકનો ઉપયોગ નહીં કરે. આ ઉપરાંત ભૂતકાળમાં ઠાકોર સમાજના યુવાન દ્વારા જે પણ ટિક ટોક વીડિયો બનાવાયા છે તેને ડિલિટ કરવાનું પણ ઠરાવાયું છે.

ઠાકોર સમાજના અગ્રણીઓ જણાવ્યુ હતું કે, આજે શિક્ષણનો યુગ છે અને યુવાનો શિક્ષણ છોડી આવા ગેરમાર્ગે ન જાય તે માટે ટિક ટોક બંધ કરવામાં આવ્યું છે. ઠાકોર સમાજ દ્વારા અગાઉ પણ દીકરીઓ મેળામાં ન જાય તે માટેના નિર્ણયો લેવાયા છે.

માહિતી અને મનોરંજનના વિસ્ફોટક સમયમાં લોકોને ટીકટોક સહિતની એપ્લિકેશનનું ગાંડપણ લાગ્યું છે. એવામાં ઠાકોર સમાજ અને ઠાકોર સેનાના યુવાનોએ પણ વડીલોના આ નિર્ણયને માથે ચઢાવી લીધો છે. યુવા આગેવાનોએ જણાવ્યુ હતું કે, શિક્ષણ ક્ષેત્રે અને ખેતીમાં પ્રગતિ કરવી હોય તો સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઈએ. અમારા ઠાકોર સમાજ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તે અમને માન્ય છે. હવે પછી ઠાકોર સમાજનો એક પણ વ્યકિત ટિક ટોક બનાવશે નહીં.

Last Updated : Mar 2, 2020, 10:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.