ETV Bharat / state

ડીસામાં મકાનને નિશાન બનાવી તસ્કરો અંદાજીત 6 લાખની ચોરી કરી ફરાર - Gujarati News

બનાસકાંઠાઃ જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે ડીસા તાલુકાના ભોંયણ પાસે આવેલ અમૃતસાગર રેસિડેન્સીમાં ગત મોડી રાત્રીના સમયમાં ચોરોએ એક મકાનને નિશાન બનાવી અંદાજીત 6 લાખ ઉપરાંતની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. જેની વધુ તપાસ ડીસા તાલુકા પોલીસે કરી છે.

ડીસામાં ચોરોએ એક મકાનને નિશાન અંદાજીત 6 લાખની ચોરી કરી ફરાર
author img

By

Published : Apr 21, 2019, 2:49 PM IST

ડીસા શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી ચોરો જાણે પોલીસને ચેલેન્જ આપતા હોય તેમ એક પછી એક ચોરીઓની ઘટનાને અંજામ આપી રહ્યા છે. ત્યારે આજે ડીસા તાલુકાના ભોંયણ ગામ પાસે આવેલા અમૃતસાગર રેસીડેન્સીમાં રાત્રીના સમયે ચોરોએ એક મકાનને નિશાન બનાવી અંદાજિત લાખો રૂપિયાની ચોરી કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી હતી. આ ચોરીની ઘટના ડીસા તાલુકાના ભોંયણ ગામ પાસે આવેલ અમૃતસાગર રેસિડેન્સીમાં નારણભાઇ વણજારા પોતાના પરિવાર સાથે ગત રાત્રી પોતાના મકાનના ધાબા પર સુતા હતા.

ત્યારે કોઈ અજાણ્યા શખ્સો નારણભાઇના મકાનની બારી તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો. જે બાદ નારણભાઇના ઘરની અંદર બનાવેલ કબાટમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ 1.15 લાખ એમ કુલ મળીને અંદાજીત 6 લાખ ઉપરાંતની ચોરી કરી ચોરો ફરાર થઈ ગયા હતા. જે બાદ સવારે નારણભાઇ જ્યારે ઉઠીને પોતાના ધાબા પરથી નીચે ઘરમાં જતા હતા ત્યારે તેમને જાણ થઇ હતી કે, તેમના મકાનમાં ચોરી થઈ છે. ત્યારબાદ નારણભાઇ દ્વારા આ સમગ્ર ચોરીની જાણ ડીસા તાલુકા પોલીસ મથકે કરતા ડીસા તાલુકા પોલીસ પણ ઘટના સ્થળે આવી સમગ્ર બનાવની તપાસ હાથ ધરી હતી. જેની વધુ તપાસ ડીસા તાલુકા પોલીસ કરી રહી છે.

ડીસા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ચોરો દ્વારા અનેક ચોરીની નાની-મોટી ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યો છે, પરંતુ આજદિન સુધી ડીસા પોલીસ દ્વારા એક પણ ચોરીનો ભેદ ઉકેલી શકી નથી એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ચોરો ચૂંટણીના માહોલ વચ્ચે જાણે પોલીસને ચેલેન્જ આપતા હોય તેમ કોઈ પણ ડર વગર ચોરીઓ કરી રહ્યા છે.

લોકેશન... ડીસા.બનાસકાંઠા
રીપોર્ટર.. રોહિત ઠાકોર
તા.21 04 2019

સ્લગ...ચોરી

એન્કર...બનાસકાંઠા જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિ ઓના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ત્યારે ડીસા ના ભોંયણ પાસે આવેલ અમૃતસાગર રેસિડેન્સી માં ગત મોડી રાત્રી ના સમયમાં ચોરો એ એક મકાન ને નિશાન બનાવી અંદાજીત 6લાખ ઉપરાતી ની ચોરી કરી પલાયન થઈ ગયા હતા .જેની વધુ તપાસ ડીસા તાલુકા પોલિસે કરી છે..

વિઓ...ડીસા શહેરમાં છેલ્લા એક અઠવાડિયા થી ચોરો જાણે પોલીસને ચેલેન્જ આપતા હોય તેમ એક પછી એક ચોરીઓની ઘટનાને અંજામ આપી રહ્યા છે ત્યારે આજે ડીસા તાલુકાના ભોયણ ગામ પાસે આવેલ અમૃત સાગર રેસીડેન્સી માં રાત્રિના સમયે ચોરાએ એક મકાનને નિશાન બનાવી અંદાજિત લાખો રૂપિયાની ચોરી કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે. આ ચોરી ની ઘટના જોઈએ તો ડીસા તાલુકાના ભોંયણ ગામ પાસે આવેલ અમૃત સાગર રેસિડેન્સી માં નારણભાઇ વણજારા પોતાના પરિવાર સાથે ગત રાત્રી પોતાના મકાન ના ધાબા પર સુતા હતા તે દરમ્યાન કોઈ અજાણ્યા શખ્સો નારણભાઇ ના મકાનની બારી તોડી મકાન માં પ્રવેશ કર્યો હતો.જે બાદ નારણભાઇ ના ઘરની અંદર બનાવેલ કબાટ માંથી સોના ચાંદી ના દાગીના તેમજ રોકડ સવા લાખ એમ કુલ મળીને અંદાજિત 6 લાખ ઉપરાંતની ચોરી કરી ચોરો ફરાર થઈ ગયા હતા જે બાદ સવારે નારણભાઇ જ્યારે ઊડીને પોતાના ધાબા પરથી નીચે ઘરમાં જતા હતા ત્યારે તેમને જાણ થઇ હતી કે તેમના મકાન માં ચોરી થઈ છે જે બાદ નારણભાઇ દ્વારા આ સમગ્ર ચોરી ની જાણ ડીસા તાલુકા પોલીસ મથકે કરતા ડીસા તાલુકા પોલીસ પણ ઘટના સ્થળે
 દોડી આવી સમગ્ર બનાવની તાપસ હાથ ધરી હતી...

બાઈટ...નારણભાઇ વણજારા
( મકાન માલિક )

વિઓ... અત્રે ઉલ્લેખનીય છે કે ડીસા શહેરમાં છેલ્લા કેટલાય સમય થી ચોરો દ્વારા અનેક ચોરી ની નાની-મોટી ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યો છે પરંતુ આજદિન સુધી ડીસા પોલીસ દ્વારા એક પણ ચોરી નો ભેદ ઉકેલી શકી નથી ત્યારે સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે કે ચોરો ચૂંટણી ના માહોલ વચ્ચે જાણે પોલીસ ને ચેલેન્જ આપતા હોય તેમ કોઈ પણ ડર વગર ચોરીઓ કરી રહ્યા છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે શું? ડીસા તાલુકા પોલીસ આ ચોરી ની ઘટના ના આરોપીઓ ને પકડવામાં સફળ રહેશે કે નઈ?

રીપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.