ETV Bharat / state

ડીસાના યુવાનોની અનોખી પહેલ, જિલ્લામાં 1008 વૃક્ષારોપણ કરવાનો લીધો સંકલ્પ

author img

By

Published : Aug 16, 2020, 12:59 PM IST

ડીસાના યુવાનોએ જિલ્લા માટે એક નવી શરૂઆત કરી છે. બનાસકાંઠા જિલ્લામાં ઘટી રહેલા વૃક્ષો સામે ડીસાના યુવાનોએ 1008 વૃક્ષોરોપણ કરવાનો સંકલ્પ કર્યો છે.

deesa
ડીસા

બનાસકાંઠા: સમગ્ર વિશ્વ હાલ અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. ખાસ કરીને દિવસેને દિવસે વૃક્ષોની સંખ્યામાં થઈ રહેલા ઘટાડાના કારણે હાલ સમગ્ર વિશ્વના લોકો અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યાં છે. જ્યાં વર્ષો પહેલા મોટા મોટા ગાઢ જંગલો જોવા મળતા હતા. આ જંગલોમાં પક્ષીઓ અને પ્રાણીઓ મોટી સંખ્યામાં વસવાટ કરતા હતા. જંગલોના કારણે પક્ષીઓના સુંદર અવાજો પણ લોકોને સાંભળવા મળતા હતા, પરંતુ ધીમે ધીમે જે પ્રમાણે ભારત દેશમાં નાના-મોટા ઉદ્યોગો આગળ વધી રહ્યા છે. તેના કારણે દિવસેને દિવસે મોટા મોટા જંગલોનો વિનાશ થઈ રહ્યો છે. જેના કારણે પક્ષીઓ અને પ્રાણીઓની સંખ્યામાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

આજનો માનવી નજીવા પૈસા કમાવાની લ્હાયમાં રોજબરોજ મોટા ઘટાદાર વૃક્ષોનું નિકંદન કરી રહ્યો છે. આ તરફ સતત વૃક્ષોની સંખ્યામાં ઘટાડાના કારણે પ્રદૂષણમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે હાલમાં લોકો અનેક બીમારીઓનો સામનો કરી રહ્યા છે, ત્યારે આવા સમયે બનાસકાંઠા જિલ્લાના ડીસાના યુવાનોએ નવી પહેલ શરૂ કરી છે. ડીસાના યુવાનોએ વૃક્ષનો એક રથ બનાવી બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓમાં વૃક્ષો વાવવાની શરૂઆત કરી છે.

ડીસાના યુવાનોની અનોખી પહેલ, જિલ્લામાં 1008 વૃક્ષારોપણ કરવાનો સંકલ્પ

હાલમાં બનાસકાંઠા જિલ્લામાં સતત વૃક્ષોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ફોરેસ્ટ વિભાગની રહેમ નજર હેઠળ રોજબરોજ બનાસકાંઠા જિલ્લામાં અનેક વૃક્ષો કપાઈ રહ્યા છે, ત્યારે આવા લોકો જાગૃત થાય અને વૃક્ષોની સંખ્યામાં જે ઘટાડો થઈ રહ્યો છે. તેની જગ્યાએ વૃક્ષો વાવી તેની સંખ્યામાં વધારો કરવા માટેના સંદેશા સાથે ડીસાના યુવાનોએ બનાસકાંઠા જિલ્લામાં 1008 વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો છે. ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવે છે. જેમાં દર વર્ષે કરોડો રૂપિયાના ખર્ચે ગુજરાતના દરેક તાલુકાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવે છે, પરંતુ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ આજ દિન સુધી વૃક્ષો મોટા થયા હોય તેવું જોવા મળ્યું નથી.

ડીસાના યુવાનોએ વૃક્ષો વાવી તેનું જતન કરવા માટેની તમામ જવાબદારી દરેક તાલુકાના યુવાનોને આપી છે. જેના કારણે આવનાર સમયમાં બનાસકાંઠા જિલ્લાને સારા એવા 1008 મોટા વૃક્ષો મળી રહેશે. ત્યારે બનાસકાંઠા જિલ્લાવાસીઓને પણ આ યુવાનો જણાવી રહ્યાં છે કે, જો આ જ રીતે બનાસકાંઠા જિલ્લામાં અન્ય જગ્યા ઉપર પણ વૃક્ષો વાવવામાં આવે તો આવનાર સમયમાં બનાસકાંઠા જિલ્લામાં કોઇ પણ મોટી સમસ્યા સર્જાઇ શકે તેમ નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.