ETV Bharat / state

કોરોના સંકટના સમયમાં દેવદૂત બનીને લોકોની મદદ કરી રહ્યો છે પાલનપુરનો યુવાન

કોરોનાની મહામારીમાં ઘણા લોકો સંકટના સમયમાં દેેવદૂત બનીને લોકોને મદદ કરી રહ્યાં છે. પાલનપુરના એક સેવાભાવી કર્મયોગી ચિરાગભાઈ ગેલાએ એક માસુમને પાલનપુર કોવિડ હોસ્પીટલ દોડી જઇ એક બોટલ રક્તદાન કર્યુ હતું.

કોરોનાના સંકટ સમયમાં યુવાન બન્યો માસુમનો દેવદૂત

author img

By

Published : May 22, 2020, 12:44 PM IST

બનાસકાંઠાઃ દેશ અને દુનિયામાં અત્યારે કોરોના વાઇરસનો કહેર ચાલી રહ્યો છે. સંકટના આ સમયમાં સરકારના વિરાટ પ્રયાસોની સાથે ઘણા માણસો પણ દેવદૂત બનીને લોકોની મદદ માટે દોડી આવતા હોય છે. આ જ તો આપણી ભારતીય સંસ્કૃતિ અને અમૂલ્ય વારસાની મહાનતા છે. જે સમગ્ર વિશ્વ માટે પ્રેરણાદાયી છે.

કોરોનાના સંકટ સમયમાં યુવાન બન્યો માસુમનો દેવદૂત
કોરોનાના સંકટ સમયમાં યુવાન બન્યો માસુમનો દેવદૂત

કોરોના સંકટના આ સમયે લોકોને મદદ કરવાના સંખ્યાબંધ ઉદાહરણો મિડીયામાં પણ જોવા મળે છે. આજે વાત કરવી છે. પાલનપુરના એક સેવાભાવી કર્મયોગીની ભાવના ચિરાગભાઈ ગેલાની. તેઓ પાલનપુર કલેકટરની ઓફિસમાં નિવાસી અધિક કલેકટર એલ.બી.બાંભણીયાના પી.એ. તરીકે ફરજ બજાવે છે. ડીસાના રહેવાસી નિલેશભાઇ બારોટના નવ માસના કુમળા બાળક ગુંજનને કોરોના પોઝિટિવ પેશન્ટ તરીકે પાલનપુર ખાતે બનાસ મેડીકલ કોલેજ સંચાલિત કોવિડ હોસ્પીટલમાં સારવાર માટે એડમીટ કરવામાં આવ્યો છે.

આ બાળક એ પોઝિટિવ બ્લડ ગ્રુપ ધરાવે છે. તેને બ્લડની તાત્કાલીક જરૂર પડતા તપાસ શરૂ કરવામાં આવી. બિમારીના સમયમાં લોકોને ઘણીવાર બ્લડ મેળવવામાં મુશ્કેલી પણ પડતી હોય છે. એવા સમયે ચિરાગભાઇ ગેલાને વોટસઅપ દ્વારા મેસેજ મળતાં તેમણે પાલનપુર સીવીલ હોસ્પીટલનો સંપર્ક કરી તેઓ પાલનપુર કોવિડ હોસ્પીટલ દોડી જઇ બાળકને એક બોટલ રક્તદાન કર્યુ હતું.

અત્યાર સુધી ચિરાગભાઇ ગેલાએ 13 વખત રક્તદાન કરી સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. કોરોના વૈશ્વિક મહામારીના સમયે તેઓ છેલ્લા બે મહિનાથી એક પણ રજા ભોગવ્યા સિવાય અવિરત સમર્પિત ભાવથી પોતાની સેવાઓ આપે છે. આ અંગે પ્રતિભાવ આપતાં ચિરાગભાઇ ગેલાએ કહ્યું કે, સમાજે આપણને ઘણું બધું આપ્યું છે. બદલામાં આપણે પણ સમાજને કંઇક આપીને ઋણ અદા કરવું જોઇએ. તેમણે કહ્યું કે, રક્તદાન કર્યા પછી મને સંતોષ છે કે, આ કુમળા બાળકને થોડોક મદદરૂપ બની શક્યો છું અને હું ભગવાનને પ્રાર્થના કરૂ છું કે આ ફૂલ જેવું બાળક જલ્દીથી સ્વસ્થ સાજુ થઇ જાય અને તે આવતીકાલનો સ્વસ્થ નાગરિક બની લાંબુ અને સુખરૂપ જીવન પામે. તેમણે કહ્યું કે, કોઇને મદદ કરવાનો સંતોષ જીવનભર યાદ રહેતો હોય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.