ETV Bharat / state

વડગામ તાલુકાના માધુપુરા ગામે 14 વર્ષ બાદ ગ્રામજનોને મળ્યું મનરેગા યોજનાનું કામ

ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને રોજગારની બાંહેધરી આપતી કેન્દ્ર સરકારની મનરેગા યોજનાને વડગામ તાલુકાના ગામડાઓમાં પહોંચતાં 14 વર્ષ જેટલો સમય લાગી ગયો છે. વડગામ તાલુકાના ધારાસભ્ય અને જાગૃત લોકોના પ્રયત્નોથી હવે આ યોજના છેવાડાના ગામડાઓ સુધી પણ પહોંચી છે.

વડગામ મનરેગા
વડગામ મનરેગા
author img

By

Published : Dec 28, 2020, 8:13 PM IST

  • વડગામ તાલુકાના માધુપુરા ગામના લોકોને મળ્યું મનરેગા યોજનાનું કામ
  • સ્થાનિક લોકો અને જાગૃત નાગરિકોની મહેનત રંગ લાવી
  • યોજનાનો લાભ વડગામના લોકોને મળતા 14 વર્ષ લાગ્યા

વડગામ: ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને રોજગારની બાંહેધરી આપતી કેન્દ્ર સરકારની મનરેગા યોજનાને વડગામ તાલુકાના ગામડાઓમાં પહોંચતાં 14 વર્ષ જેટલો સમય લાગી ગયો છે. વડગામ તાલુકાના ધારાસભ્ય અને જાગૃત લોકોના પ્રયત્નોથી હવે આ યોજના છેવાડાના ગામડાઓ સુધી પણ પહોંચી છે.

વર્ષમાં 100 દિવસ સુધી મળશે મનરેગા યોજનામાં કામ

મનરેગા યોજના એટલે મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરેન્ટી એકટ. આ યોજનાને કાયદાકીય સ્વરૂપ આપી કેન્દ્ર સરકારે દેશના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં 2005થી મનરેગા યોજના શરૂ કરાવી છે. જેમાં ગ્રામીણ યુવક યુવતીઓને વર્ષમાં 100 દિવસની રોજગારી પુરી પાડવામાં આવે છે. જેમાં તળાવ ઊંડા કરવા ,ચેકડેમ બનાવવા વગેરે દ્વારા લોકોને મજૂરીકામ પુરૂ પાડી ગામડાઓને બેઠું કરવા પ્રયાસ કરવામાં આવે છે. આ યોજના આજે વરસો બાદ પણ અનેક ગામડાઓ સુધી પહોચી નથી.

2006 પછી મનરેગાનું કામ મળ્યું નહતું

વડગામ તાલુકાના માધુપુરા ગામે 2006 પછી કોઈજ વ્યક્તિને મનરેગા યોજનાનું કામ મળ્યું નથી. 14 વરસો સુધી ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરથી લઈ સરકાર સુધી અનેક રજૂઆતો કરી હોવા છતાં લોકોને વરસો સુધી રોજગાર માટે વલખાં મારવા પડ્યા હતા. ત્યારે તાજેતરમાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી તેમજ સતીશ વણસોલા, પ્રિયંકા ચૌહાણ સહિતના જાગૃત સ્થાનિક યુવાનોએ માધુપુરામાં મનરેગાનું કામ ફરી શરૂ થાય તે માટે સક્રિય પ્રયાસો કર્યા હતા. સરકાર અને જિલ્લા વહીવટીતંત્રને વારંવાર કરાયેલી રજૂઆતને પગલે આજે માધુપુરા ગામમાં મનરેગા યોજનાનું કામ ગ્રામજનોને મળવા લાગ્યું છે. જેનાથી ગામની 60 જેટલી બહેનો તેમજ પુરુષો પણ ખુશીની લાગણી અનુભવી રહ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.