ETV Bharat / state

બનાસકાંઠામાં બાજરીના ભાવ આસમાને પહોંચતા ગરીબ અને મધ્યમવર્ગની ચિંતામાં વધારો

બનાસકાંઠાઃ રાજ્યમાં આ વર્ષે ચોમાસું નબળું રહેવાથી બધી જ વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. ત્યારે બાજરીનો 20 કિલોનો ભાવ 400 થી 471 રૂપિયાએ પહોંચી ગયો છે. સામાન્ય રીતે અત્યાર સુધીમાં 300 રૂપિયાની આસપાસ રહેતો આ ભાવ આસમાને પહોંચી જતા ગરીબ અને મધ્યમવર્ગ માટે હવે બાજરી ખાવી પણ પોસાય તેમ ન હોવાની સ્થિતિ સર્જાઇ છે. દુષ્કાળની સ્થિતિ, સિંચાઇના પાણીનો અભાવ અને પિયત સિંચાઇના પાણીના તળ ઉંડા જતા આ વર્ષે બાજરીના વાવેતરમાં ઘટ જોવા મળી રહી છે.

બાજરી
author img

By

Published : May 4, 2019, 6:55 PM IST

ખેડૂતો અને વેપારીઓએ જણાવ્યું કે, બનાસકાંઠામાં પાછોતરા વરસાદથી બાજરીનો પાક ઘટ્યો છે. ચાલુ વર્ષે બનાસકાંઠામાં કુલ 1,40,500 હેક્ટર વાવેતર થયું હતું. જેથી બાજરીના વાવેતરમાં ખેડૂતોમાં પણ રસ ઓછો જોવા મળી રહ્યો હોવાથી માંગ સાથે પુરવઠો ઘટતા ભાવ તેની મહત્તમ સપાટીએ પહોંચી ગયા છે. ડીસા ખેતીવાડી ઉત્ત્પન્ન બજાર સમિતિના જણાવ્યા પ્રમાણે, જિલ્લામાં આજથી 7-8 વર્ષ પહેલા બાજરીનું વાવેતર વધુ હતું જે ક્રમશઃ ઘટ્યું છે. તો વળી વિવિધ કારણોસર બાજરીના વાવેતરનો વિસ્તાર 75 ટકા સુધીનો ઘટી જતા ભાવ વધી રહ્યા છે.

બનાસકાંઠામાં બાજરીના ભાવ આસમાને પહોંચતા ગરીબ અને મધ્યમવર્ગની ચિંતામાં વધારો

બીજી તરફ બાજરીના ભાવ વધારા પાછળના વિવિધ કારણોમાં હવે શહેરી વિસ્તારોમાં પણ બાજરીનું ચલણ વધ્યું હોવાનું ધ્યાને આવ્યું છે. બાજરીના વાવેતરમાં પાણી વધુ જોઇએ તેની સામે પાણીની અછત વચ્ચે ખેડૂતો માટે બાજરી પકવવી મુશ્કેલ બની છે. ગુજરાતમાં પહેલા ચોમાસું બાજરી પણ વાવવામાં આવતી હતી. હવે છેલ્લા કેટલાક વર્ષોથી ચોમાસું બાજરીનું વાવેતર ઘટ્યું છે અને ફક્ત ઉનાળું બાજરીનું જ વાવેતર કરવામાં આવે છે.

લોકેશન... ડીસા.બનાસકાંઠા
રીપોર્ટર.. રોહિત ઠાકોર
તા.04 05 2019

સ્લગ :- બાજરી ભાવ આસમાને 

એકર :-રાજ્યમાં  આ વર્ષે રેકોર્ડબ્રેક રીતે બાજરીનો વીસ કિલોનો ભાવ ૪૦૦ થી ૪૭૧ રૂપિયાએ પહોંચી ગયો છે. સામાન્ય રીતે અત્યાર સુધીમાં ૩૦૦ રૂપિયાની આસપાસ રહેતો આ ભાવ આસમાને પહોંચી જતા ગરીબ અને મધ્યમવર્ગ માટે હવે બાજરી ખાવી પણ પોસાય તેમ ન હોવાની સ્થિતિ સર્જાઇ છે. દુષ્કાળની સ્થિતિ, સિંચાઇના પાણીનો અભાવ અને પિયત સિંચાઇના પાણીના તળ ઉંડા જતા આ વર્ષે બાજરીના વાવેતરમાં ઘટ જોવા મળી રહી છે.

વીઓ :બનાસકાંઠા માં પાછોતરા વરસાદ થી બાજરી પાક ઘટયો છે. ચાલુ વર્ષે બનાસકાંઠા કુલ ૧,૪૦,૫૦૦હેકટર વાવેતર થયું હતું જે જોતા હવે બાજરીના વાવેતરમાં ખેડૂતોમાં પણ રસકસ ઓછો જોવા મળી રહ્યો હોવાથી માંગ સાથે પુરવઠો ઘટતા ભાવ તેની મહત્તમ સપાટીએ પહોંચી ગયા હોવાનું જિલ્લા ના ખેડૂતોએ અને વહેપારીઓ કહી રહ્યા છે.

બાઈટ:- વાલાજી માળી (ખેડૂત)

બાઈટ :- નેમાજી જાટ(ખેડૂત)

વીઓ :-બનાસકાંઠામાં આજથી સાત-આઠ વર્ષ પહેલા બાજરી વાવેટર વધુ હતું જે ક્રમશ ઘટ્યું છે.તો વળી,  વિવિધ કારણોસર બાજરીનો વાવેતર વિસ્તાર ૭૫ ટકા સુધીનો ઘટી જતા બાજરીનું ઉત્પાદન ઘટતા ભાવ વધી રહ્યા હોવાનું ડીસા ખેતીવાડી ઉત્ત્પન્ન બજાર સમિતિ માની રહી છે.  

બાઈટ : અમરતભાઇ જોશી 
(સેક્રેટરી ...માર્કેટયાર્ડ ડીસા  )
   
વીઓ :- બાજરીના ભાવ વધારા પાછળના વિવિધ કારણોમાં હવે શહેરી વિસ્તારોમાં પણ બાજરીનું ચલણ વધ્યું હોવાનું ધ્યાને આવ્યું છે. બાજરીના વાવેતરમાં પાણી વધુ જોઇએ તેની સામે પાણીની અછત વચ્ચે ખેડૂતો માટે બાજરી પકવવી મુશ્કેલ બન્યું છે. ગુજરાતમાં પહેલા ચોમાસું બાજરી પણ વવાતી હતી હવે છેલ્લા કેટલાક વર્ષોથી ચોમાસું બાજરીનું વાવેતર ઘટી ગયું છે. ફક્ત ઉનાળું બાજરી જ થાય છે...

રીપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.