બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે લોકો ઉત્તરાયણ પર્વની અલગ-અલગ રીતે ઉજવણી કરતાં હોય છે. ક્યાંક લોકો પતંગ ચગાવીને કેટલાક લોકો દાન પુણ્ય કરીને ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરતાં હોય છે. આમ તો ઉતરાયણનો પર્વે ખાસ દાન-પુણ્યનો પર્વ માનવામાં આવે છે. ત્યારે ઉત્તરાયણનો પર્વ નજીક આવી રહ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં સ્થાનિક લોકો અને વિવિધ સંસ્થાઓ દ્વારા અબોલ પશુઓ માટે લાડુ બનાવવામાં આવી રહ્યા છે.
ડીસા શહેરના રાજપુર વિસ્તારમાં ઉતરાયણ પર્વ નિમિત્તે સૌ પ્રથમવાર આ વિસ્તારના લોકો દ્વારા 7000 જેટલા લાડુ બનાવવામાં આવ્યા હતા. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં સૌપ્રથમ વાર એક સાથે અબોલ પશુઓ માટે 7000 લાડુ બનાવવામાં આવ્યા હતા. આ લાડુ બનાવવા માટે આ વિસ્તારમાં રહેતા યુવાનો ,નાના બાળકો, મહિલાઓ અને દીકરીઓ જોડાઇ હતી. આગામી સમયમાં આવનાર ઉતરાયણ પર્વ નિમિત્તે આ તમામ લાડુ ગાય અને કૂતરાઓને ખવડાવવામાં આવશે.