બનાસકાંઠા: વડગામ તાલુકાના પીરોજપુરા ખાતે એ.ડી.આર કંપનીમાં રાષ્ટ્રિય મુસ્લિમ એકતા મંચ દ્વારા કોરાના વોરિયર્સનું તેમજ વડગામના મામલતદારનું સમ્માન કરવામાં આવ્યું હતું.
સમગ્ર વિશ્વમાં COVID-19 મહામારી અને તેના કરાણે લાદવામાં આવેલા લોકડાઉનથી સામાન્ય લોકોના ધંધા-રોજગાર બંધ થયા છે, ત્યારે વડગામ તાલુકામાં ખડેપગે સેવા આપતા રાષ્ટ્રિય મુસ્લિમ એકતા મંચ તેમજ એ.ડી.આર ગૃપે માનવ સેવા એજ પ્રભુ સેવાના સંકલ્પ સાથે જરૂરિયાતમંદ લોકોને મદદ કરીને માનવતા દાખવી હતી.
સોશિયલ ડિસ્ટન્સ જાળવીને કરવામાં આવેલા આ કાર્યક્રમમાં એ.ડી.આર ગૃપના માલિક સહીદ રાજેડીયા, રાષ્ટ્રિય મુસ્લિમ એકતા મંચના પ્રમુખ મોબીન પટેલ મેતાવાલા, વડગામ તાલુકા પંચાયતના પૂર્વ TDO આર.બી.મલૈક, વડગામ નાયબ TDO જેઠા વળાગાંઠ, જિલ્લા પંચાયતના સદસ્ય અશ્વિન સકસેના, આગેવાનો અને સરપંચોનું કોરાના વોરિયર્સ તરીકે શાલ ઓઢાડી સમ્માન કરવામાં આવ્યું હતું.