ETV Bharat / state

ડીસાના ભોપાનગર વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય, નગરપાલિકામાં અનેકવાર રજૂઆત છતાં પરિણામ શૂન્ય - બનાસકાંઠાના તાજા સમાચાર

ડીસા શહેરના ભોપાનગર વિસ્તારમાં પાલિકાનું મોટું ભોપાળું સામે આવ્યું છે. વિકાસની મોટી મોટી વાતો કરતી ડીસા નગરપાલિકાનો વિકાસ ભોપાનગરમાં ઉડીને આંખે વળગી રહ્યો છે. આ વિસ્તારમાં સર્જાયેલી ગંદકીને પગલે સ્થાનિકો પરેશાન થઈ ગયા છે અને પાલિકા દ્વારા કરવામાં આવી રહેલા વિકાસની દુહાઈ આપી રહ્યા છે.

ડીસાના ભોપનગર વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય, નગરપાલિકામાં અનેકવાર રજૂઆત છતાં પરિણામ શુન્ય

author img

By

Published : Nov 1, 2020, 8:49 PM IST

Updated : Nov 1, 2020, 9:24 PM IST

  • ડીસા નગરપાલિકાનો ઉડતો વિકાસ
  • ડીસાનો ભોપાનગર વિસ્તાર ગંદકીમાં ગરકાવ
  • અનેક રજૂઆત બાદ પણ પરિણામ શૂન્ય
  • નગરપાલિકાના વિકાસ પર અનેક સવાલો

બનાસકાંઠાઃ ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે શહેરી વિસ્તારના વિકાસ માટે નગરપાલિકા અને મહાનગરપાલિકામાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ આ ગ્રાન્ટનો કયા પ્રકારે ઉપયોગ કરવામાં આવે છે તે એક મોટો સવાલ છે. હાલમાં ડીસા નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ડીસા શહેરના વિકાસ માટે ભૂગર્ભ ગટરનું કામ અને નવા રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે, તો બીજી તરફ દર વર્ષે ડીસા શહેરના તમામ વિસ્તારો સ્વચ્છ રહે તે માટે સરકાર દ્વારા લાખો રૂપિયાની ફાળવણી કરવામાં આવે છે, પરંતુ આજે પણ ડીસાના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં નજર કરો ત્યાં માત્ર કચરાના ઢગલા અને ગંદકી નજરે પડી રહી છે.

ETV BHARAT
ડીસાના ભોપનગર વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય

લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો

વિકાસના મોટા મોટા દાવા કરતી ડીસા નગરપાલિકાનો જો સાચો વિકાસ નિહાળવો હોય તો એકવાર ભોપાનગર વિસ્તારની મુલાકાત લેવી પડે. આ વિસ્તારમાં રસ્તાઓ તો છે, પરંતુ આ રસ્તાઓ ચાલવા લાયક બિલકુલ નથી. કારણ કે, વિસ્તારમાં જે રસ્તાઓ હતા તે રસ્તાઓ પર સફાઈનો અભાવ હોવાના લીધે ગંદકીથી ખદબદી ઉઠ્યા છે. આ ઉપરાંત અહીંના આંતરિક રસ્તાઓ પર ગટરોનું ઉભરતું પાણી વહી રહ્યું છે. આટલું ઓછું હોય તેમ આ વિસ્તારના લોકોની વારંવારની રજૂઆત બાદ ડીસા નગરપાલિકા દ્વારા અહીં ગટરની પાઇપલાઇન નાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ પાલિકાના ખાડે ગયેલા વહીવટના દ્રશ્યો તમારી સામે છે. અહીં પાઇપલાઇન નાખવાની કામગીરી તો શરૂ કરાઇ છે, પરંતુ કોન્ટ્રાકટર દ્વારા આ રસ્તામાં પાઇપોને પાથરી દેવામાં આવી છે અને ઠેકઠેકાણે જોડાણો વગર ખૂલ્લી હાલતમાં આ પાઇપો પડી છે, ત્યારે આ વિસ્તારના લોકોએ આજે એટલે કે રવિવારે પાલિકા દ્વારા આ વિસ્તારની કરવામાં આવતી ઘોર ઉપેક્ષાને લઈ આગામી સમયમાં ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે.

ડીસાના ભોપનગર વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય, નગરપાલિકામાં અનેકવાર રજૂઆત છતાં પરિણામ શૂન્ય

5 વર્ષથી સફાઈ કામદાર નથી

ડીસાના ભોપાનગર વિસ્તારમાં ગત પાંચ વર્ષથી કોઇ પણ સફાઈ કામદાર સફાઇ કરવા માટે આવ્યા નથી. જેના કારણે ભોપાનગર વિસ્તારમાં ચારે-બાજુ ગંદકીના મોટા મોટા ઢગલા જોવા મળી રહ્યા છે. આ બાબતે ભોપાનગરના સ્થાનિક લોકો દ્વારા નગરપાલિકામાં અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ આમ છતાં પરિણામ શૂન્ય આવ્યું છે.

શહેરના તમામ વોર્ડમાં ગંદકી

ડીસા નગરપાલિકા એક તરફ વિકાસના મોટા મોટા દાવા કરી રહી છે, તો બીજી તરફ ભોપાનગર વિસ્તારના દ્રશ્યો કંઈક અલગ જ કહાની રજૂ કરી રહ્યા છે. આ દ્રશ્યોને જોતાં ડીસા નગરપાલિકા વિકાસની પરિભાષા કોને સમજે છે તે એક સવાલ છે. ડીસા શહેર નગરપાલિકા એક તરફ વિકાસના કામોની મોટી મોટી વાતો કરી રહી છે, પરંતુ આજે પણ ડીસા શહેરના તમામ વોર્ડની મુલાકાત લેવામાં આવે તો માત્ર ગંદકી જોવા મળી રહી છે.

Last Updated : Nov 1, 2020, 9:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.