બનાસકાંઠા: વાવ ખાતે આવેલી સરકારી વિનય કોલેજ ખાતે 29 સપ્ટેમ્બરે શૈક્ષણિક વર્ષ 2021માં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ માઈક્રોસોફ્ટ ટીમની એપ્લિકેશન માધ્યમથી યોજવામાં આવ્યો હતો. જોકે, આ કાર્યક્રમ વાવ વિનયન વિદ્યાર્થીઓને કૉલેજમાં ભણાવતા વિષયો પરીક્ષા અને ઇતર પ્રવૃતિઓ વિશે અવગત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રો.ડૉ.અસગર રાજા દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ ડૉ.પ્રો.એસ.બી ચારણ દ્વારા NSSની પ્રવૃત્તિ અંગે વિદ્યાર્થીઓને માહિતીગાર કર્યા હતા. તેમજ પ્રો. અસગર રાજાએ સપ્તધારાનો પરિચય કરાવ્યો હતો.
જ્યારે ડૉ.આર.પી વાઘેલાએ માઈક્રોસોફ્ટ ટીમ એપ્લિકેશન તથા સ્કોલરશીપ અંગે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી. અહીંની કોલેજના સિનિયર પ્રો.ડી.પી જોશીએ કોલેજ અને યુનિવર્સિટી પરીક્ષણના માળખા અંગે વિદ્યાર્થીઓને જાણકારી આપી હતી. જોકે, આ યોજાયેલા કાર્યક્રમના અધ્યક્ષ અને આચાર્ય ડૉ. એચ.આર.પરમાર સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને આવકારી અને તેમની કારકિર્દી અંગે અવગત કર્યા હતા. આ સાથે સાથે વિદ્યાર્થીઓમાં હકારાત્મક અભિગમ કેળવાય અને વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં આગળ વધી સફળતા પ્રાપ્ત કરે તે માટે ઉદાહરણો આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ પ્રો. એમ.એન.ચૌધરી દ્વારા કરવામાં આવી હતી.