ETV Bharat / state

ડીસા નગરપાલિકામાં વિરોધ પક્ષના વિવાદ વચ્ચે પ્રથમ સાધારણ સભા પૂર્ણ - ભાજપ

ડીસા નગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થઇ છે અને ભાજપે નગરપાલિકા પર સ્પષ્ટપણે બહુમતી મેળવી પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરી છે. ગત પાંચ વર્ષના ભાજપ શાસનકાળ દરમિયાન થયેલા વિકાસને વેગ આપવા માટે આ વર્ષે પણ ભાજપે ફરી એકવાર ડીસા નગરપાલિકાનું સુકાન સંભાળ્યું છે. ત્યારે ડીસા નગરપાલિકા દ્વારા શહેરમાં કરવામાં આવેલા વિકાસ બાદ બાકી રહેલા વિકાસના કામો પણ કરવા માટે નગરપાલિકાની ચૂંટણી પછી પ્રથમવાર બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપ-કોંગ્રેસ અને આ પક્ષના ચૂંટાયેલા સદસ્યો હાજર રહ્યા હતા.

ડીસા નગરપાલિકામાં વિરોધ પક્ષના વિવાદ વચ્ચે પ્રથમ સાધારણ સભા પૂર્ણ

author img

By

Published : Mar 31, 2021, 12:36 PM IST

Updated : Apr 1, 2021, 6:05 AM IST

  • ભાજપ શાસિત ડીસા નગરપાલિકાની નવી બોડીએ વર્ષ 2021-22નું નવું અંદાજપત્ર રજૂ કર્યું હતું
  • નવા અંદાજપત્ર માટે મળેલી બેઠકમાં વિપક્ષના હોબાળા વચ્ચે પણ પાલિકાનું અંદાજપત્ર મંજૂર થઈ ગયું
  • નગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થયા બાદ પ્રથમવાર સાધારણ સભા યોજાઈ
  • વિરોધ પક્ષના વિવાદ વચ્ચે નગરપાલિકાની પ્રથમ સાધારણ સભા પૂર્ણ
  • સાધારણ સભામાં ધારાસભ્યને લઈ વિપક્ષમાં વિરોધ

    બનાસકાંઠાઃ હંમેશા વિવાદોમાં ઘેરાયેલી રહેતી ડીસા નગરપાલિકામાં આજે આગામી વર્ષના અંદાજપત્ર માટે બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકની શરૂઆત ગત વર્ષની 17 કરોડ 18 લાખ 20 હજારની ઊઘડતી સિલક સાથે કરવામાં આવી હતી. આગામી વર્ષ માટે 207 કરોડ 85 લાખ 12 હજારના ખર્ચની જોગવાઈ કરવામાં આવી હતી.. જ્યારે 194 કરોડ 59 લાખની આવક દર્શાવવામાં આવી હતી. સભાની કાર્યવાહી શરૂ થઈ તેની સાથે અપક્ષ અને વિપક્ષ દ્વારા સ્થાનિક ધારાસભ્યની અંદાજપત્રની બેઠકમાં હાજરીને લઈ હોબાળો મચ્યો હતો. ભાજપના પૂર્વ સદસ્ય અને વર્તમાન સમયના અપક્ષ સદસ્ય રમેશભાઈ માજીરાણાએ અંદાજ પત્ર માટે બોલાવવામા આવેલી બેઠકમાં ધારાસભ્યની હાજરીને લઈ નારાજગી દર્શાવી હતી. ધારાસભ્યને સભાખંડ છોડવા માટે માંગ કરી હતી. રમેશભાઈ માજીરાણાએ યોજેલી બેઠકમાં ગત ટર્મ દરમિયાન વિવાદમાં રહેલા નાનાજી દેશમુખ ગાર્ડનનો મુદ્દો ઉઠાવ્યો હતો, કરોડોના ખર્ચે તૈયાર થયેલા આ ગાર્ડનની અવદશા થવા પાછળ વર્તમાન ધારાસભ્ય હોવાના આક્ષેપ કર્યા હતા.
    ડીસા નગરપાલિકામાં વિરોધ પક્ષના વિવાદ વચ્ચે પ્રથમ સાધારણ સભા પૂર્ણ

    બેઠક ડીસા નગરપાલિકાના પ્રમુખની અધ્યક્ષતામાં મળી હતી

આ અંગે ડીસા નગરપાલિકાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ મીડિયાને સંબોધન કરતા કહ્યુ હતું કે, આજની સભામાં નાનાજી દેશમુખ ગાર્ડનને આક્ષેપ કરનાર સદસ્ય દ્વારા શહેરના વિકાસમાં અવરોધ નાંખવામા આવે છે. શહેરમાં તૈયાર થઈ રહેલા કોમર્શિયલ કોમ્પલેક્ષ સામે વારંવાર અરજીઓ કરનાર શખ્સ છે. અગાઉ ડીસા નગરપાલિકાની ડંપિંગ સાઇટ પર ગેરકાયદેસર રીતે ભંગાર લેતા હોવાના આક્ષેપ કર્યા છે, તેમની આ બેઠકમાં હાજરીને લઈ થયેલા વિવાદ અંગે તેમણે જણાવ્યુ હતું કે, આ બેઠક ડીસા નગરપાલિકાના પ્રમુખની અધ્યક્ષતામાં મળી છે, અને પોતે અધ્યક્ષ તરીકે હતા જ નહીં.

આ પણ વાંચોઃ ડીસા નગરપાલિકાના પ્રમુખે ચાર્જ સંભાળતા જ કર્મચારીઓનો પગાર ચૂકવાયો

અંદાજપત્ર માટે જે બેઠક બોલાવવામાં આવી છે તે બેઠક માત્ર નાટક સમાન છે

ડીસા નગરપાલિકાના કોંગ્રેસપક્ષના સદસ્ય ભાવિ શાહે મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, આ વિવાદ શાંત પડે ત્યાં ડીસા નગરપાલિકાના એકમાત્ર કોંગ્રેસના યુવા સદસ્યએ પણ આ બેઠક પર સવાલો ઉઠાવ્યા હતા. અંદાજપત્ર માટે જે બેઠક બોલાવવામાં આવી છે તે બેઠક માત્ર નાટક સમાન છે, અંદાજપત્રમાં જે તળાવના રિનોવેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે તે તળાવનું સ્થળ તો બતાવ્યુ જ નથી. આ ઉપરાંત ડીસામાં પાલિકા સંચાલિત સાયન્સ કોલેજ બનાવવાની અંદાજપત્રમાં કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે પાલિકાની સત્તા સામે પણ સવાલ ઉઠાવ્યા હતા.

આ બેઠકમાં વિપક્ષનું કામ આક્ષેપ કરવાનું છે

ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઇ ઠક્કરે મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, આક્ષેપ અને પ્રતિઆક્ષેપ વચ્ચે યોજાયેલા અંદાજપત્ર માટેની આ બેઠકમાં વિપક્ષનું કામ આક્ષેપ કરવાનું છે. ભારતીય જનતા પાર્ટીની નવી ચૂંટાયેલી સરકાર દ્વારા ડીસા શહેરના વિકાસ માટે કટિબધ્ધતા દર્શાવી છે. આગામી સમયમાં શહેરમાં અનેક વિકાસના કાર્યોને વેગ આપવામાં આવશે.

આ પણ વાંચોઃ નગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોગ્રેસના નિરીક્ષક ડીસાની મુલાકાતે

ડીસા નગરપાલિકાની બેઠકમાં ધારાસભ્યને લઈ વિવાદ

ડીસા નગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થયા બાદ પ્રથમવાર શહેરના વિકાસ માટે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ભાજપ-કોંગ્રેસ અને અપક્ષના તમામ સદસ્યો હાજર રહ્યા હતા. બેઠક શરૂ થયાને માત્ર ત્રીસ મિનિટનો સમય થયો અને બેઠક પૂર્ણ કરી દેવામાં આવી હતી, તો બીજી તરફ આ બેઠકમાં દીપકના સદસ્યોએ ધારાસભ્યની હાજરીને લઇ મોટો હંગામો કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, ડીસા નગરપાલિકાની બેઠકમાં ધારાસભ્યની જરૂર હોતી નથી. પરંતુ ડીસા નગરપાલિકાના પ્રમુખ સભા યોજવામાં ન હોવાના કારણે વિકાસની બેઠકમાં ધારાસભ્યને ડીસા પાલિકાના પ્રમુખને બોલાવવાની ફરજ પડી રહી હતી. ડીસા નગરપાલિકામાં આગામી વર્ષના અંદાજપત્રને લઈ મળેલી બેઠકમાં સહુથી વધુ ચર્ચાનો વિષય સ્થાનિક ધારાસભ્યની હાજરીને લઈ જોવા મળ્યો હતો.

Last Updated : Apr 1, 2021, 6:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.