ETV Bharat / state

સાબરકાંઠાના હિંમતનગર નજીક કાંકણોલ ગામમાં આગ લાગતા ઘઉંના પાકને થયું નુકસાન

સાબરકાંઠાના હિંમતનગર નજીક આવેલા કાંકણોલ ગામે વીજ કંપનીની બેદરકારીના પગલે ઘઉંના તૈયાર પાકમાં વીજ તણખા પડતાં પાકમાં આગ લાગી હતી. જોકે સ્થાનિકો આગ પર કાબુ મેળવે તે પહેલા મોટા ભાગનો ઘઉંનો પાક બળીને ખાક થઈ ચૂક્યો હતો.

સાબરકાંઠાના હિંમતનગર નજીક કાંકણોલ ગામમાં આગ લાગતા ઘઉંના પાકને થયું નુકસાન
સાબરકાંઠાના હિંમતનગર નજીક કાંકણોલ ગામમાં આગ લાગતા ઘઉંના પાકને થયું નુકસાન
author img

By

Published : Mar 22, 2021, 5:55 PM IST

  • હિંમતનગરના કાંકણોલમાં ઘઉંના પાકમાં લાગી આગ
  • આગના પગલે ઘઉંના પાકને થયું નુકસાન
  • વીજ કંપનીની ગંભીર બેદરકારી
  • ખેડૂતોમાં રોષની લાગણી પ્રવર્તી
  • સ્થાનિકોએ આગ ઉપર મેળવ્યો કાબૂ

આ પણ વાંચોઃ વિજયનગર: વીજકંપનીની બેદરકારીના લીધે ખેડૂતોના ઘઉંના પાકમાં આગ લાગતા લાખોનું નુકસાન

સાબરકાંઠાઃ જિલ્લાના હિંમતનગરના કાકરોલ પાસે અચાનક વીજ કંપનીની બેદરકારીના પગલે વીજ તણખા પડતા ઘઉંના ઉભા પાકનો આગ લાગી હતી. ખેડૂતનો ઘઉંનો પાક બળીને ખાક થઈ ચૂક્યો હતો. છેલ્લા કેટલાક સમયથી NGVCLમાં વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં આ મામલે વીજતંત્ર ગંભીરતા ન દાખવતા દર વર્ષે ઘણા ખેડૂતો આવી બનતી ઘટનાઓથી ત્રસ્ત થઇ ચૂક્યા છે. ઘઉંના પાકમાં ઘણી વખત આગના તણખાં પડતાં પાકમાં આગ લાગવાના બનાવો બનતા હોય છે. હિંમતનગરના કાંકણોલમાં છેલ્લા કેટલાક સમયથી રજૂઆત કરવામાં આવી હોવા છતાં વીજતંત્ર દ્વારા આ અંગે ચોક્કસ કામગીરી ન કરાતાં સોમવારે ફરી એક વખત ઘઉંના પાકમાં આગ લાગી હતી અને આગના કારણે ઘઉંના પાકને નુકસાન થયું હતું. સ્થાનિક ખેડૂતોએ ઘઉંના પાકમાં પાણીનો મારો ચલાવી મહામહેનતે આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.

સાબરકાંઠાના હિંમતનગર નજીક કાંકણોલ ગામમાં આગ લાગતા ઘઉંના પાકને થયું નુકસાન

આ પણ વાંચોઃ સરહદી વિસ્તારમાં જીરાના પાકમાં ચરમી નામના રોગ આવતાં ખેડૂતોએ પાકની કરી હોળી

ખેડૂતોને ન્યાય મળશે તે યક્ષ પ્રશ્ન

છેલ્લા કેટલાક સમયથી આ ઘટના મામલે ખેડૂતો વારંવાર હેરાન-પરેશાન થઈ રહ્યા છે, તેમજ આ મામલે ઘણી વખત વીજ કંપનીઓને લેખિત અને મૌખિક રજુઆતો કરવામાં આવી છે. જોકે આજદિન સુધી વીજ કંપનીની બેદરકારીના પગલે આગ લાગવાથી થયેલા લાખો રૂપિયાનું નુકસાન સામે વીજ કંપનીઓ મૌન સેવી રહી છે. સોમવારે વીજ કંપનીની બેદરકારીના પગલે ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. જોકે દર વર્ષે લાખો રૂપિયાનું નુકસાન થવા છતાં આગામી સમયમાં વીજ કંપનીઓ ખેડૂતોના મામલે કેટલી સંવેદનશીલ બને છે તે પણ મહત્વનું બની રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.