ડીસાઃ હાલમાં સમગ્ર વિશ્વમાં અનેક મહામારી ફેલાવવાના કારણે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યાં છે. બનાસકાંઠા જિલ્લામાં પણ અનેક બીમારીઓ હાલમાં સામે આવી રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા આરોગ્યતંત્ર આવી બીમારીઓને પહોંચી વળવા નવી પહેલ શરૂ કરી છે. ખાસ કરીને કોરોનાવાયરસથી મહામારીમાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા તમામ લોકોએ રાતદિવસ પોતાના પરિવારની પરવા કર્યા વગર લોકો સુરક્ષિત રહે તે માટે કોરોના દર્દીઓને સારવાર આપવામાં આવી છે.બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. જેમાં સૌ પ્રથમવાર આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતી કર્મચારીઓની આરોગ્યલક્ષી પરીક્ષા લેવામાં આવી હતી.
બનાસકાંઠા જિલ્લામાં અનેક બીમારીઓનો લોકો ભોગ બને છે ત્યારે આવી બીમારીઓ સામે આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા છેવાડાના માનવી સુધી આરોગ્યલક્ષી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે પરંતુ હાલમાં જ્યારે સમગ્ર ભારતભરમાં નવી નવી બીમારીઓ પેદા થઈ રહી છે તેની સામે નવી નવી દવાઓ પણ રોજબરોજ સંશોધન થઈ રહ્યું છે ત્યારે આ તમામનું નોલેજ બનાસકાંઠા જિલ્લાની આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતી કર્મચારીઓને માહિતી મળી રહે તે માટે આજે ડીસા ખાતે આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતી 120 મહિલાઓની આરોગ્યલક્ષી પરીક્ષા લેવામાં આવી હતી.જેમાં બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી મનીષ ફેન્સીના માર્ગદર્શન હેઠળ આજે ડીસા ખાતે આરોગ્યલક્ષી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા આશાવર્કર, મલ્ટીપર્પજ સુપરવાઇઝર કે જેઓ હાલમાં વધી રહેલી નવી બીમારીઓ વિશે તેમનું નોલેજ વધે તે માટે નવી સ્કીમ નવા નવા દવાઓ શોધી રહી છે તેની જાણકારી અપડેટ થતી રહે તે માટે પરીક્ષા લેવી જરૂરી છે તે માટેની આજે ડીસા ખાતે 120 મહિલાઓની પરીક્ષા લેવામાં આવી હતી પરીક્ષા લીધા બાદ જે પણ મહિલાઓને આ પરીક્ષામાં ગુણ ઓછા આવશે તેઓને ફરી નવી ટ્રેનિંગ આપી તૈયાર કરવામાં આવશે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા જે નવતર પ્રયોગ શરૂ કરવામાં આવે છે તેનાથી આગામી સમયમાં વધુ સારી આરોગ્ય વિભાગની સેવાઓ બનાસકાંઠા જિલ્લાના લોકોને મળી રહેશે.