બનાસકાંઠા: ભોળાગીરી મહારાજની ધૂણી (Bholagiri Maharaj's Dhooni) છેલ્લા 10 વર્ષથી અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે (Ambaji Mandir Devasthan Trust) તાળું મારી કબજો પોતાના હસ્તક લીધો હતો. આ ધૂણી છેલ્લા 10 વર્ષથી બંધ રહેતા ખંડેર જેવી બની ગયી હતી. આ ધૂણીના મહંત છોટુગીરી મહારાજના સહયોગી વિજયપૂરી મહારાજ છેલ્લા 4 દિવસથી અન્નજળ છોડીને આ ધૂણી ખોલાવવા માટે ધરણા ઉપર બેઠા હતા.
સાધુ- સંતોને પૂજા અર્ચના કરવા પરવાનગી આપી અપાઈ
આ મામલે 9 જાન્યુઆરીએ ધૂણીના મહંત છોટુગીરી મહારાજે અંબાજી મંદિર ટ્રસ્ટને (Ambaji Mandir Devasthan Trust) બંધ પડી રહેલી ધૂણી ખોલી આપવા તેમજ સાધુ સંતની પરંપરા મુજબ પૂજાપાઠ કરવા દેવા અરજી પાઠવી હતી. જે બાદ મંદિર ટ્રસ્ટે રવિવારે રાત્રે મંદિર ટ્રસ્ટના અધિકારીઓએ માનસરોવર પાસે ધૂણી ઉપર પહોચી સાધુ- સંતોને પૂજા અર્ચના કરવા પરવાનગી આપી હતી.
વિજયપૂરી મહારાજે પણ ધૂણી ખુલી જતા પોતાના ધારણા સમેટી લીધા
છેલ્લા 4 દિવસથી અન્નજળ ત્યાગીને બેઠેલા વિજયપૂરી મહારાજે પણ ધૂણી ખુલી જતા પોતાના ધારણા સમેટી લીધા અને ધૂણીને છેલ્લા 10 વર્ષથી લાગેલા તાળા તોડી સાધુ સંતોને ધૂણીમાં પ્રવેશ કરાયો હતો. આ સમગ્ર મામલે સંધુ- સંતોએ મંદિર ટ્રસ્ટની ગાઈડલાઈન પ્રમાણે નિવાસ કરવાની સાથે પ્રજા સાથે મિલનસાર સ્વભાવથી વર્તણુક કરવા જણાવ્યું હતું અને છેલ્લા 4 દિવસથી અન્નજળ ત્યાગીને બેઠેલા વિજયપૂરી મહારાજે પણ ધૂણી ખુલી જતા પોતાના ધારણા સમેટી લીધા હતા અને મંદિર ટ્રસ્ટ સહીત પ્રજા નો આભાર માન્યો હતો
આ પણ વાંચો: ફિરોઝ ઈરાનીએ અંબાજીના દર્શન કર્યા વિશ્વને મહામારી માંથી મુક્તિ મળે તેવી પ્રાથના કરી
આ પણ વાંચો: Unseasonal Rains In Banaskantha : હવામાન વિભાગની આગાહી પ્રમાણે જિલ્લામાં કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતિત