ETV Bharat / state

લોકડાઉનથી ફોટોગ્રાફરોની હાલત કફોડી, સરકાર પાસે સહાયની માગ

દેશ અને દુનિયાની છેલ્લા છ મહિનામાં કોરોનાને લઈ પરિસ્થિતી બદલાઈ ગઈ છે. કોરોના વાઇરસને લઈ આપવામાં આવેલા લોકડાઉનને પગલે છેલ્લાં છ મહિનાથી સામાજિક પ્રસંગો બંધ રહેતાં ફોટોગ્રાફરોની હાલત કફોડી બની ગઈ છે.

લોકડાઉનથી ફોટોગ્રાફરોની હાલત કફોડી, સરકાર પાસે સહાયની માગ
લોકડાઉનથી ફોટોગ્રાફરોની હાલત કફોડી, સરકાર પાસે સહાયની માગ
author img

By

Published : Sep 26, 2020, 2:21 PM IST

ડીસાઃ ભારતમાં 25મી માર્ચથી લોકડાઉન લાગ્યું હતું. અને ભારત જેટલા વિશાળ દેશ માટે લાગેલું આ લોકડાઉન ઐતિહાસિક હતું. કારણ કે વિશ્વની સહુથી મોટી લોકશાહી પર લોક લાગી ગયું હતું. અને તમામ ધંધા રોજગાર બંધ કરી દેવામાં આવ્યાં હતાં. કોરોના વાઇરસનું સંક્રમણ અટકાવવા માટે લગાવવામાં આવેલા આ લોકડાઉનને પગલે તમામ જાહેર અને સામાજિક પ્રસંગો પર રોક લગાવી દેવામાં આવી હતી. તેના લીધે સામાજિક અને જાહેર પ્રસંગો પર નિર્ભર એવા ફોટો ગ્રાફરોનો ધંધો પડી ભાગ્યો છે. સામાજિક અને જાહેર પ્રસંગોને યાદગાર બનાવવા માટે ફોટોગ્રાફરોની મહત્વની ભૂમિકા હોય છે..પરંતુ સારા નરસા પ્રસંગોને યાદગાર બનાવનાર ફોટોગ્રાફરોના વ્યવસાય પર લોકડાઉનની ગંભીર અસરો પડી છે. સામાજિક અને જાહેર પ્રસંગો પર પોતાની આવકનો દારોમદાર રાખતા ફોટોગ્રાફરની હાલત કફોડી બની ગઈ છે.. આ ઉપરાંત આ વર્ષે ફોટોગ્રાફરોની સહુથી મહત્વની સિઝન માનવામાં આવતી લગ્નસરાની સિઝન પણ લોકડાઉનના લીધે મોકૂફ રહેતા ફોટોગ્રાફરોની સિઝન ફેલ ગઈ છે અને તેના લીધે અત્યારે ફોટોગ્રાફરોની હાલત કફોડી બની ગઈ છે.

લોકડાઉનથી ફોટોગ્રાફરોની હાલત કફોડી, સરકાર પાસે સહાયની માગ
લોકડાઉનથી ફોટોગ્રાફરોની હાલત કફોડી, સરકાર પાસે સહાયની માગ
લોકડાઉનના લીધે જાહેર અને સામાજિક પ્રસંગે પર રોક લાગવાના લીધે ફોટોગ્રાફરો અત્યારે નવરા થઈ ગયા છે.. અને કોઈ જ કામ ના હોવાના લીધે એક સમયે આ સમય દરમ્યાન ખૂબ જ વ્યસ્ત રહેતા ફોટોગ્રાફરો અત્યારે આ નવરાસના સમયનો પણ સદુપયોગ કરી રહ્યા છે અને ફૂટી કોડીની આવક વગર અત્યારે ફોટોગ્રાફીની નવી સ્કિલ શીખી રહ્યા છે અને એકવાર ફરી દેશમાથી કોરોના દૂર થાય અને જાહેર અને સામાજિક પ્રસંગો રાબેતા મુજબ ઉજવાતા થાય તેવી આશ લગાવીને બેઠાં છે.કોરોના વાઇરસના લીધે અત્યારે અને ધંધા રોજગાર પડી ભાગ્યા છે અને તેની સીધી અસર પણ હવે જોવા મળી રહી છે. ત્યારે ફોટોગ્રાફીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો પણ કોરોના વાઇરસને લઈ આપવામાં આવેલા લોકડાઉનને પગલે જાહેર અને સામાજિક પ્રસંગો પર રોક લગાવી દેવામાં આવી હોવાના લીધે ફોટોગ્રાફીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને પોતાનું જીવન નિર્વાહ ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે. ત્યારે સરકાર દ્વારા આ અંગે પણ ગંભીરતાથી વિચારવામાં આવે તે પણ જરૂરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.